Home ગુજરાત સુરતઃ કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કારખાનેદારની નિર્મમ હત્યા

સુરતઃ કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કારખાનેદારની નિર્મમ હત્યા

509
0
SHARE

(જી.એન.એસ), તા.૭
સુરતઃકતારગામ વિસ્તારમાં જૂની ઝોન ઓફિસ સામે એકને કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યાં હતાં. બે બાઈક પર આવેલા ચાર ઈસમો હત્યા કરીને નાસી ગયા હતાં. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અંગત અદાવતમાં હત્યાની આશંકા
કતારગામ વિસ્તારમાં આવેલી નગીના વાડી ખાતે રહેતા નટુ જીવન કંથારીયા (ઉ.વ.આ. 50)ના લુમ્સના કારખાનેદાર છે. તેઓ આજે બપોરના સમયે કારખાને જઈ રહ્યાં હતાં. આ દરમિયાન જૂની ઝોન ઓફિસ ગોતાલાવાડી પાસે નટુ કંથારીયાની મારૂતિ કાર (જીજે 5 પીપી6800)ને આંતરીને અટકાવ્યાં હતાં. બે બાઈક પર ચાર ઈસમોએ બાઈકો આડે રાખી દઈ કાર ઉભી રખાવી હતી. અને નટુ કંઈ સમજે તે અગાઉ જ તીક્ષ્ણ હથિયારોના ઘાં ઝીંકી દીધા હતાં. બાદમાં નટુએ કારનો દરવાજો ખોલી અર્ધબેભાન અવસ્થામાં બહાર નીકળવાં જતાં જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સુત્રો દ્વારા અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નટુની હત્યા બાદ હેમંત નામનો શખ્સ કતારગામ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હેમંતે અન્યની મદદ લઈને હત્યા કરી પોલીસ સ્ટેશને હાજર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા શા કારણે કરવામાં આવી તે અંગે હજુ મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.

Print Friendly, PDF & Email