Home અન્ય રાજ્ય સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશની 8 અલગ-અલગ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની...

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશની 8 અલગ-અલગ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી

34
0

(જી.એન.એસ) તા. 13

નવી દિલ્હી,

સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા દેશની આઠ અલગ-અલગ હાઈકોર્ટમાં નવા મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમે દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને લદ્દાખ, મધ્યપ્રદેશ, કેરળ, મદ્રાસ, ઝારખંડ અને મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી છે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની બનેલી કૉલેજિયમ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

જસ્ટિસ મનમોહનને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હાલમાં તેઓ દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે.

જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જજ જસ્ટિસ તાશી રાબસ્તાનની મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ વૈદ્યનાથન 16 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવને 19.7.2024ના રોજ વર્તમાન ચીફ જસ્ટિસ ડૉ બીઆર સારંગીની નિવૃત્તિ પર ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ટ્રાન્સફર કરવાની દરખાસ્ત છે. હાલમાં તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ રાજીવ શકધરને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કૈતને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

જસ્ટિસ કેઆર શ્રીરામને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. તેઓ હાલમાં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ગુરમીત સિંહ સંધાવાલિયાને મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

કોલેજિયમ દ્વારા બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નીતિન જામદારને કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત; 10 જેટલા વાહનોને અડફેટે લીધા, 3 લોકો ઘાયલ
Next articleદેશના અનેક રાજ્યોમાં વરસાદની તબાહીથી 175 લોકોએ જીવ ગુમાવ્યા