Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો કહ્યું કે,’કોઈ પણ શાળા ખેલના મેદાન વગર...

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો કહ્યું કે,’કોઈ પણ શાળા ખેલના મેદાન વગર ન હોઈ શકે’

68
0

હાઈકોર્ટે આ આદેશ ગેરકાયદેસર કબજેદારોની અરજી પર આપ્યો સુપ્રીમ કોર્ટે જવાબ. ખેલના મેદાન વગર કોઈ શાળા હોઈ શકે નહીં. આ શાળામાં ભણતા બાળકો સારા પર્યાવરણ/માહોલના હકદાર છે. આ તીખી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે હરિયાણાના યમુનાનગરમાં એક શાળાના રમતના મેદાન માટે અનામત જમીન પર ગેરકાયદેસર કબજા અંગે કરી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જમીન ખાલી કરીને શાળાને સોંપી દેવાના પણ આદેશ આપ્યા.

કોર્ટે એમ પણ કહ્યું કે જો આ સમયગાળામાં ગેરકાયદેસર જમીન ખાલી કરીને સોંપવામાં ન આવે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને ખાલી કરાવવામાં આવે. આ ચુકાદો ન્યાયમૂર્તિ એમ આર શાહ અને બીવી નાગરત્નાની પેનલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ રાજ્ય સરકાર તથા અન્ય દ્વારા દાખલ થયેલી અરજીઓ પર ત્રણ માર્ચે આપ્યો. હાઈકોર્ટે ભગવાનપુર ગામની શાળાની જમીન પર થયેલા અતિક્રમણને નિયમિત કરવાની મંજૂરી આપી હતી. આ સાથે જ બજાર કિંમત મુજબ જમીનના પૈસા લઈ તથા શાળાને ખેલના મેદાન માટે વૈકલ્પિક જમીન પર વિચાર કરવાની પણ વાત કરી હતી. હાઈકોર્ટે આ આદેશ ગેરકાયદેસર કબજેદારોની અરજી પર આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ખોટો ગણાવતા પોતાના ચુકાદામાં કહ્યું કે તે જગ્યાના માનચિત્ર, સ્કેચ જોયા બાદ જાણ્યું કે હાઈકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશ લાગૂ કરવાને લાયક નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નીચલી ઓથોરિટીના આદેશો, હાઈકોર્ટના આદેશઅને નવેસરથી કરાયેલા ડિમાર્કેશનને જોતા એ વાતમાં કોઈ વિવાદ નથી કે હાઈકોર્ટમાં અરજી દાખલ કરનારા મૂળ અરજીકર્તાઓનો ગ્રામ પંચાયતની એ જમીન પર કબજો છે જે શાળા માટે હતી. પેનલે કહ્યું કે શાળામાં કોઈ ખેલનું મેદાન નથી. શાળા ગેરકાયદેસર કબજેદારોના અનાધિકૃત નિર્માણથી ઘેરાયેલી છે. કોર્ટે કહ્યું કે શાળા અને કોલેજના ખેલના મેદાન માટે અનામત રાખેલી જમીન પર ગેરકાયદેસર કબજાને જોતા તે જમીનને કાયદેસર કરવાનો આદેશ આપી શકાય નહીં. કોઈ પણ શાળા ખેલના મેદાન વગર હોઈ શકે નહીં. જે વિદ્યાર્થીઓ તે શાળા (જેના ખેલના મેદાન પર ગેરકાયદેસર કબજો છે)માં ભણે છે તેઓ પણ સારા પર્યાવરણને હકદાર છે. એટલું જ નહીં કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને મોટી ભૂલ ગણાવ્યો અને કહ્યું કે હાઈકોર્ટે ગેરકાયદેસર કબજેદારોના કબજાને બજાર કિંમત વસૂલીને લીગલાઈઝ કરવાનો નિર્દેશ આપીને મોટી ભૂલ કરી છે. હાઈકોર્ટના બાકી નિર્દેશ પણ લાગૂ કરવાને લાયક નથી. પંચાયતની કોઈ અન્ય એવી જમીન નથી જેને શાળાના ખેલના મેદાન માટે ઉપયોગમાં લઈ શકાય. શાળા પાસેની બીજી જમીન અન્ય લોકોની છે અને તેઓ પોતાની જમીન આ ખેલના મેદાન માટે આપવા માટે રાજી નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે જમીનને કાયદેસર કરવાના હાઈકોર્ટનાઆદેશને રદ કરી નાખ્યો. કોર્ટે રમતના મેદાનની જમીન પર ગેરકાયદેસર કબજેદારોને જમીન ખાલી કરીને સોંપવા માટે 12 મહિનાનો સમય આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleરાબડી દેવીના ઘરે CBI ના દરોડા પડ્યા, CBIએ લેન્ડ ફોર જોબ મામલે કાર્યવાહી કરી