Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે ભાષા અને બોલવાની અક્ષમતાને કારણે MBBSમાં પ્રવેશથી વંચિત યુવતીના પક્ષમાં...

સુપ્રીમ કોર્ટે ભાષા અને બોલવાની અક્ષમતાને કારણે MBBSમાં પ્રવેશથી વંચિત યુવતીના પક્ષમાં આપ્યો ચુકાદો

64
0

સુપ્રીમ કોર્ટે ભાષા અને બોલવાની અક્ષમતાને કારણે એમબીબીએસમાં પ્રવેશથી વંચિત રહી ગયેલી એક યુવતીના પક્ષમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘કોણ જાણે છે કે કોઈ દિવસ તે એક શાનદાર ડોક્ટર બની શકે છે.’ તે યુવતીને તેની ભાષા અને બોલવાની અક્ષમતાને કારણે એમબીબીએસ અભ્યાસક્રમથી વંચિત કરી દેવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે એક મેડિકલ બોર્ડને નિર્દેશ આપ્યો છે કે પીજીઆઈએમઈઆર ચંદીગઢ આ મામલાની આગળ તપાસ કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની પીઠે નિર્દેશ આપ્યો કે ચંદીગઢ સ્થિત પીજીઆઈએમઈઆરના ડાયરેક્ટર એક મેડિકલ બોર્ડની રચના કરે. જેમાં ભાષા અને બોલવાની અક્ષમતાના નિષ્ણાંત પણ સામેલ થાય અને તે બોર્ડ હરિયાણાની આ યુવતીની તપાસ કરે.

પીઠે તે પણ નિર્દેશ આપ્યો કે પરીક્ષણ બાદ એક મહિનાની અંદર બોર્ડ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરે. સુનાવણી દરમિયાન પીઠે કહ્યું કે, અરજીકર્તા યુવતીને તે આધાર પર એમબીબીએસ પાઠ્યક્રમમાં પ્રવેશથી વંચિત કરી દેવામાં આવી છે કે તે ભાષા અને બોલવામાં 55 ટકા અક્ષમ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 26 સપ્ટેમ્બરે કેન્દ્ર અને નેશનલ મેડિકલ કમિશનને નોટિસ પાઠવી હતી.

ત્યારબાદ યુવતીના વકીલ ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પાસ કરવા છતાં યુવતીને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. અગ્રવાલે અગાઉ કહ્યું હતું કે NEET પરીક્ષા પાસ કરી હોવા છતાં, છોકરીને તેના શિક્ષણના અધિકારથી વંચિત રાખવામાં આવી રહી છે કારણ કે તે બોલી શકતી નથી. તેણીએ કહ્યું હતું કે તેણીની વિકલાંગતા નવા નિયમો હેઠળ લાયક છે અને તેને અનામત ક્વોટામાં સમાવી શકાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદુલ્હને 10 રૂપિયાની નોટ પર લખ્યો લવ લેટર, થયો વાયુવેગે વાઈરલ
Next articleજમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મળેલા લીથિયમ વિષે વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યુ કે “ગુણવત્તા સારી છે અને ભારત આનાથી ચીનને હરાવશે”