Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સુપ્રીમ કોર્ટેનો ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શાહનવાઝ હુસૈનને ઝટકો

સુપ્રીમ કોર્ટેનો ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શાહનવાઝ હુસૈનને ઝટકો

52
0

ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે બળાત્કારના કેસને ફગાવી દેવાની તેમની માંગને જ ફગાવી દીધી છે. હકીકતમાં એક મહિલાએ પૂર્વ મંત્રી વિરુદ્ધ કોર્ટમાં રેપનો કેસ દાખલ કર્યો હતો. જેને શાહનવાઝ હુસૈન હાઈકોર્ટમાં ગયા હતા. જેમાં તેમણે હાઈકોર્ટમાં કેસ ખતમ કરવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેમની માંગ ન સ્વીકારી તેમની અરજી ફગાવી દીધી હતી અને હવે સુપ્રીમ કોર્ટે પણ શાહનવાઝ હુસૈનને ઝટકો આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. જસ્ટિસ એસ.રવીન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. શાહનવાઝ હુસૈનની અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. આમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. કોર્ટે શાહનવાઝ હુસૈનને કહ્યું કે જો તમે સાચા છો તો તમે બચી જશો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહાર વિધાન પરિષદના સભ્ય સૈયદ શાહનવાઝ હુસૈન પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે શાહનવાઝ હુસૈને એપ્રિલ 2018માં તેને દિલ્હીના છતરપુર સ્થિત ફાર્મ હાઉસ પર બોલાવી હતી. આ દરમિયાન તેને કેફી પદાર્થ ઠંડા પીણાં પીવડાવીને બેભાન અવસ્થામાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી, પીડિતાએ CRPC કલમ 156(3) હેઠળ દિલ્લી પોલીસને FIR નોંધવા માટે માંગ કરી હતી. આ પછી, 12 જુલાઈ, 2018 ના રોજ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે શાહનવાઝ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ અપાયો હતો. શાહનવાઝ હુસૈને આ આદેશ સામે રિવિઝન પિટિશન દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. અહીંથી રાહત ન મળતા શાહનવાઝ હુસૈન ફરી દિલ્હી હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમને કોઈપણ કોર્ટમાં રાહત મળી ન હતી. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને આ સમગ્ર આરોપને પાયાવિહોણા ગણાવ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ, “કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી 15 ટકા વાલીઓને પરત આપો”
Next articleપાકિસ્તાનના ચૂંટણી પંચની દેશભરના સાંસદો – ધારાસભ્યો સામે મોટી કાર્યવાહી