Home અન્ય રાજ્ય સીઆરપીસીની કલમ 125 તમામ પરિણીત મહિલાઓ પર લાગુ થાય છે: સુપ્રીમ કોર્ટ

સીઆરપીસીની કલમ 125 તમામ પરિણીત મહિલાઓ પર લાગુ થાય છે: સુપ્રીમ કોર્ટ

48
0

(જી.એન.એસ) તા. 10

નવી દિલ્હી,

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા કહ્યું હતું કે, કોઈ પણ મુસ્લિમ કે તલાક થયા હોય તેવી મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ પતિ પાસે ભરણપોષણ માંગવાની હકદાર છે. આ કારણે તે ભરણપોષણ માટે અરજી પણ દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઑગસ્ટીન જૉર્જ મસીહએ નિર્ણય સંભળાવતા કહ્યું કે, મુસ્લિમ મહિલા ભરણપોષણ માટેના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે.તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ આને લગતી અરજી દાખલ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે. પછી તેનો ધર્મ કોઈ પણ હોય, મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈની મદદ લઈ શકે છે. કોર્ટે ફરી એક વખત કહ્યું કે, મુસ્લિમ મહિલા પોતાના પતિ વિરુદ્ધ કલમ 125 સીઆરપીસી હેઠળ ભરણપોષણ માટે અરજી દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જૉર્જ મસીહએ અલગ અલગ નિર્ણય સંભળાવ્યો પરંતુ બંન્નેની વાત એક જ હતી. તેમજ અનેક કેસમાં તલાક થયેલી મહિલાઓને ભરણપોષણ મળતું નથી અથવા મળે તો પણ ઇદ્દતના સમયગાળા સુધી. ઇદ્દત એક ઇસ્લામિક પરંપરા છે. આ મુજબ જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા છૂટાછેડા આપવામાં આવે છે અથવા મહિલા તેના પતિને તલાક આપે છે કે પછી તેનું મોત થઈ જાય છે. તો મહિલા ઈદ્દતના સમયસુધી બીજા લગ્ન કરી શકતી નથી. ઈદ્દતનો સમય પૂર્ણ થયા બાદ મુસ્લિમ મહિલા બીજા લગ્ન કરી શકે છે.

જો કે, એપ્રિલ 2022માં અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસ પર તેના નિર્ણયમાં કહ્યું હતું કે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલા ઇદ્દતના સમયગાળા પછી પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને જ્યાં સુધી તે ફરીથી લગ્ન ન કરે ત્યાં સુધી તેને આ ભથ્થું મળતું રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં કોલેરા ના કેસો વધતાં તંત્ર થયું એલર્ટ
Next articleરાજકોટના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ: રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો