Home અન્ય રાજ્ય સિક્કિમ ક્રાંતિકારી મોરચાના નેતા પ્રેમ સિંહ તમંગ ફરી એક વખત બનશે મુખ્યમંત્રી

સિક્કિમ ક્રાંતિકારી મોરચાના નેતા પ્રેમ સિંહ તમંગ ફરી એક વખત બનશે મુખ્યમંત્રી

27
0

(જી.એન.એસ) તા. 2

ગંગટોક,

સિક્કિમમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. અત્યાર સુધી સિક્કિમ વિધાનસભાના જાહેર થયેલા પરિણામો અને હાથ ધરાઈ રહેલ મતગણતરીમાં સરસાઈ ભોગવતી બેઠકોને ધ્યાને લઈએ તો, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ)ની રાજ્ય સરકાર બનશે. મત ગણતરીના વલણો અનુસાર, એસકેએમ રાજ્યની કુલ 32 બેઠકોમાંથી 20 બેઠક પર જીત મળી ચૂકી છે. અને હજુ પણ બહુમતી બેઠકો પર આગળ છે. એસડીએફ એક બેઠક પર આગળ છે. પ્રેમ સિંહ તમંગ સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. હવે 2024માં ફરીવાર સિક્કિમના મુખ્ય પ્રધાન બનશે.

સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 2019 માં વિધાનસભાની ચૂંટણી લડી હતી, ત્યારે તેણે સિક્કિમ રાજ્યની 32 માંથી 17 બેઠકો પર જીત મેળવી હતી અને પાર્ટીને સ્પષ્ટ બહુમતી પણ મળી હતી. આ પછી પ્રેમ સિંહ તમાંગ સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 2024ની વિધાનસભાની સ્થિતિ જોઈએ તો, આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યા સુધીમાં કુલ 32 બેઠકની વિધાનસભાના જાહેર થયેલા પરિણામ પૈકી 21 બેઠક પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ઉમેદવારો જીત્યા છે. બાકીની 19 બેઠકો પર તેમના નજીકના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે.

પ્રેમ સિંહ તમંગ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990 ના દાયકાની શરૂઆતથી રાજકારણમાં સક્રિય છે. 1993માં પ્રેમ સિંહ તમંગ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ)માં જોડાયા અને 1994માં ચકુંગ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પહોંચ્યા હતા. આ પછી તેઓ રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા અને 2009 સુધી કેબિનેટ મંત્રી રહ્યા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક્ઝિટ પોલ બાદ અને મતગણતરી પહેલા વિપક્ષી ગઠબંધન નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ પહોંચ્યું
Next articleહાય રે આ મોંઘવારી..!! અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો