Home ગુજરાત સાહેબ, હવે તો “સંવેદનશીલ સરકાર,,”,એવું સાંભળીએ ને તો ઉબકા આવવા લાગે છે…!

સાહેબ, હવે તો “સંવેદનશીલ સરકાર,,”,એવું સાંભળીએ ને તો ઉબકા આવવા લાગે છે…!

312
0
SHARE
કોરોનામાં ઓછા ટેસ્ટીંગ કરીને રૂપાણી સરકાર કોના માટે પૈસા બચાવી રહ્યું છે….? ભાજપમાં કોઇના લગ્ન-વગ્ન કરાવવાના છે કે શું…?
શું સરકારને બીક છે કે વધુ સેમ્પલ લઇશું તો વધુ કેસો બહાર આવશે….?
સંવેદનશીલ સરકાર….સંવેદનશીલ સરકાર…..એવું સાંભળતા સાંભળતા ગુજરાતના લોકોને હવે ઉબકા આવવા લાગ્યા છે…
વડાપ્રધાન “એક એક નાગરિક કી જાન બચાની હૈ…”ની અપીલ કરે છે અને તંત્ર….?
એક જ પક્ષની સરકારે 25 વર્ષ એક જ કામ કર્યું- પ્રજાને ડરમાં રાખો…?
શું નિચલા સ્તરે રૂપાણી સરકારનું કોઇ સાંભળતું નથી…?
સરકાર લોકોના પૈસા લોકો માટે નહીં ખર્ચ કરે તો કોના માટે કરશે-પોપાબાઇ માટે…?

(જીએનએસ. પ્રવિણ ઘમંડે)

ડો. અહેસાન રંગવાલા. અમદાવાદના જમાલપુર વિસ્તારમા દવાખાનુ અને નિવાસસ્થાન જુહાપુરામાં. શરદી ખાંસી થતાં 104 પર જાણ કરી. સેમ્પલ લઇ જઇશું એમ સંવેદનશીલ સરકારના તંત્ર દ્વારા ફોન પર કહેવામાં આવ્યું. કોઇ આવ્યું નહીં. શ્વાસ લેવામા તકલીફ શરૂ થઇ. 155303 પર જાણ કરી. યોગ્ય પ્રતિભાવ ના મળ્યો. પરિવારમાં બે દિકરીઓ. બન્ને પરણાવેલી. એક ઉદપુર અને અક ઓસ્ટ્રેલિયામાં. પત્ની તેમની સાથે પણ તેમની જેમ જ વયોવૃધ્ધ. 108 પર જાણ કરી. કોઇ મદદ ના મળી. છેવટે રંગવાલાનું કોરોનાની સંભવિત સારવારના અભાવે નિધન થયું. કોરોનાનો શંકાસ્પદ કેસ હતો છતાં સામાન્ય રીતે અંતિંમ ક્રિયા થઇ. કોઇ સેનિટાઇઝેશ નહીં.

આ કિસ્સો સરકારની અને તંત્રની પોલ ખોલે છે કે જેઓ રોજેરોજ એમ બણંગા ફૂંકે છે કે એક ફોન કરો તરત જ મદદ માટે તંત્ર હાજર. રંગવાલા જેવા એવા કેટલાય હશે કે જેમણે સામેથી ફોન કર્યો હોય અને સારવાર ના મળી હોય. સરકાર અને તંત્ર કોરોનાના કેસો શોધવા માટે આકાશપાતાળ એક કરે છે. પરંતુ ડો. રંગવાલાએ સામે ચાલીને જાણ કરી અને પોતે ડોક્ટર છે એમ કહેવા છતાં તેમના સેમ્પલ લેવા કોઇ ના આવ્યાં. કારણ…?

શું સરકારને બીક છે કે વધુ સેમ્પલ લઇશું તો વધુ કેસો બહાર આવશે અને વધુ લોકોની સારવાર કરવી પડશે…એમ કોઇ માનતુ લાગે છે. ટેસ્ટીંગના મામલે મિડિયા અને નિષ્ણાતો છેલ્લાં કેટલાય દિવસોથી રાજ્ય સરકારનું ધ્યાન દોરીતા આવ્યાં કે ટેસ્ટીંગ વધારે કરો..સેમ્પલ વધારે લો જેથી છુપાયેલા લક્ષણો કે લોકોની સારવાર થાય. પરંતુ શું એવું થયું કે થાય છે…? જવાબ ડો. રંગવાલાનો કિસ્સો છે. જો તેમના સેમ્પલ લેવામાં આવ્યાં હોત કે 108 દ્વારા પણ મદદ મળી હોત તો રંગવાલા બચી ગયા હોત.

ગુજરાતમાં 25 વર્ષથી એક જ પક્ષની સરકાર છે. લોકો પણ એક જ પક્ષની સરકારથી કંટાળી ગઇ હશે. અને પરિવર્તનનો પ્રયાસ કર્યો તો 99 પર આંક઼ડો અટક્યો. 25 વર્ષમાં ગુજરાતના માથે અનેક કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવી છે. કંડલાનું વાવાઝોડુ કે ભારે પૂર. ગોધરાના રમખાણો હોય કે બીજા ત્રીજા તોફાનો., 25 વર્ષથી એકધાર્યું રાજ કરનાર સરકારને આવી આપત્તિઓનો સામનો કરવાનો અનુભવ હોવો જોઇએ. કોરોના પણ એક આપત્તિ છે. તેનો સામનો કરવા લોકો ભૂખ્યા રહીને પણ ઘરે બેઠા છે. પરંતુ તેમની સારવારમાં કેવી બેદરકારીઓ સામે આવી…? મેડિકલ ઓફિસરને સરકાર સાંભળતી નથી…એવા વિડિયો વાઇરલ કરવા પડે છે. એલજીના 300ના સ્ટાફને પોતાના ટેસ્ટીંગ માટે સરકારને હાથ જોડીને કહેવું પડે છે….! કોરોના પોઝીટીવના 25 દર્દીઓને કલાકો સુધી કોઇ સારવાર નહીં અને હોસ્પિટલના પ્રાંગણમાં ઉભા રહેવાનું અડધી રાત્રે અને વિડિયો વાઇરલ કરવો પડે. શું આ જ છે 25 વર્ષ શાસનનો અનુભવ….? સંવેદનશીલ સરકાર….સંવેદનશીલ સરકાર…..એવું સાંભળતા સાંભળતા ગુજરાતના લોકોને હવે ઉબકા આવવા લાગ્યા છે. કારણ કે સરકારના તંત્રમાં કોઇ સંવેદનશીલતા નથી. જો હોત તો આટલા બધા વિડિયો વાઇરલ ના થાત. હોસ્પિટલમાં કોરોના દર્દીઓને હલકી ગુણવત્તાવાળુ ભોજન મળે છે…તેનો વિડિયો વાઇરલ થાય છે. શું સરકાર દર્દીઓના ભોજન બનાવનાર કોન્ટ્રાકટરને ઓછા નાણા આપે છે…કે પછી હોસ્પિટલના ભોજન બિલમાં પણ કટકી-બટકી તો નથી ને…?

સૂત્રોએ કહ્યું એક જ પક્ષની સરકારે 25 વર્ષ એક જ કામ કર્યું- પ્રજાને ડરમાં રાખો…પ્રજાને પોતાના પર આધારિત રાખો…સરકાર જ માઇબાપ છે એવી છાપમાં રાખો…..કોરોનામાં પણ એવુ જ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે રાજકિય સૂત્રોને. આટલી મોટી મહામારી, વડાપ્રધાન દિવસમાં અનેકવાર ટીવીમાં આવીને જાન હૈ તો જહાન હૈ…એક એક નાગરિક કી જાન બચાની હૈ…ની અપીલ કરે છે અને તંત્ર….? ઓછા ટેસ્ટીંગ કરીને કોના માટે પૈસા બચાવી રહ્યું છે….? સીએમ રૂપાણી કે અમ્યુકોના સત્તાધીશો કાંઇ પોતાના ખિસ્સામાંથી કોરોના સારવારના નાણાં ખર્ચી રહ્યાં છે…? ગુજરાતમાં ભાજપના 26 સાસંદોમાંથી 21 સાસંદો કરોડપતિ છે. શું તેમના પૈસાથી સરકાર ચાલી રહી છે….? સરકાર લોકોના ટેક્સના પૈસાથી ચાલી રહી છે અને દરેક સીએમ એ જાણે છે છતા કોરોનામાં ઓછા ટેસ્ટીંગ કરીને સરકાર કોના માટે પૈસા બચાવી રહી છે….,,? સવાલ કોઇ રંગવાલા કે રતિલાલનો નથી. સરકાર જે કહે છે એવું કેમ થતું નથી….?? શું નિચલા સ્તરે સરકારનું કોઇ સાંભળતું નથી…?

આપત્તિ આવે ત્યારે સૌ કોઇની કસોટી થાય તેમ 25 વર્ષ રાજ કરનાર પક્ષની સરકારની પણ કસોટી થઇ રહી છે. રોજ નવા નિર્ણયો લેવાય છે. સરકાર પાસે શું નથી….? એવા સમયે સરકારને માર્ગ બતાવનાર કે. કૈલાશનાથનને દિલ્હીવાળા આપતા ગયા છે, બુધ્ધિશાળી સનદી અધિકારીઓ છે, બુધિધિશાળી પોલીસ અધિકારીઓ છે,તો પણ સરકારની બદનામી….તો પણ એવી ઘટના બને કે જે સરકાર માટે કલંકરૂપ હોય. પોલીસ કન્ટ્રોલરૂમમાં મહિલા સાથે અભદ્ર ભાષામાં વાત થાય, કોરોનામાં તો પોલીસને જાણે કે ડંડા મારવાનો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તે જ્યાં જુઓ ત્યા ડંડાવાળી….!! દે ધનાધન…કોઇ પૂછનાર નથી.

કોરોના મહામારીમાંથી લોકોને બચાવવાની જનાબદારી ચૂંટાયેલા પક્ષની સરકારની છે. 25 વર્ષ એકધાર્યુ રાજ કરતાં કરતાં જાણે કે રાજકિય આગેવાનોમાં અભિમાન અને અહંકાર આવી ગયો હોય તેમ લોકો ક્યાં જશે…? વોટ માટે લોકોને ડરાવો, લઘુમતિ વિસ્તારમાં ટ્યુશન માટે ગયેલી દિકરી હજુ પરત આવી નથી અને માતા-પિતા બંસીવાલે કે સામને હાથ જોડે છે વી જાહેરાતો ચૂંટણી સમયે બતાવી બતાવીને ડરાવો અને પછી તો અમને જ આપશે ને વોટ… જશે ક્યાં આ બહુમતિ સમાજના મતદારો…એવી એક માનસિક્તા આવી ગઇ હોય 25 વર્ષ રાજ કરનાર આગેવાનોના મનમાં એમ રાજકિય સૂત્રોનું કહેવું છે.

Print Friendly, PDF & Email