Home ગુજરાત સાલું… વાહન લઈને બહાર નીકળવું હવે બહુ જોખમી થઇ ગયું છે

સાલું… વાહન લઈને બહાર નીકળવું હવે બહુ જોખમી થઇ ગયું છે

465
0
SHARE

યુનીવર્સીટી પાસે બે મત્રો ટુ વ્હીલર પર મળી જતા ઉભા રહ્યા. હલો હાય કર્યા પછી ખૂણા પરની ચાની કીટલી પર ચા પીવાનું નક્કી કર્યું ટુવ્હીલર પર પસાર થતા કોલેજીયનો પૈકી મોટાભાગના એ હેલ્મેટ પહેરી હતી. મિત્ર એ કહ્યું “ સાલું… વાહન લઈને ભાર નીકળવું હવે બહુ જોખમી થઇ ગયું છે.”
અન્ય મિત્રએ કહ્યું “ હા યાર ટ્રાફિક એટલો વધી ગયો છે કે ક્યારે કોણ ક્યાંથી આવશે અને આંટી દેશે એ નક્કી જ નહી.”
પહેલા મિત્રએ કહ્યું “ નાં યાર , હું એની વાત નથી કરતો જોખમ ટ્રાફિકનું નહિ , ટ્રાફિક પોલીસનું છે. ક્યારે , ક્યા ખૂણેથી ટ્રાફિક પોલીસ આવીને સાઈડમાં અઆવી જવા માટે લાકડી ઘુમાવે એ નક્કી જ નહી. આપણે કેટલા ટેન્શન હોય છે. એમાં પીયુસી ક્યારે પૂરું થાય છે, લાયસન્સ રીન્યુ કરવાનું રહી ગયું હોય વિમાની તારીખ જતી રહી હોય. આ બધુ સ્વાભાવિક જ હોય છે. પણ આ ટ્રાફિક પોલીસ વાળા આપણી મશ્કેલી સમજતા જ નથી. એમાં પાછું હવે દંડની રકમ એટલી કરી નાખી છે કે જો આ બધા જ ડોક્યુમેન્ટ અને હેલ્મેટ ચુક્યા તો આખો મહિનો ઉબેરમાં ફરીએ તેના ખર્ચ કરતા ટ્રાફિક પોલીસનો દંડ વધી જાય. હવે તો કામ વિના બહાર નીકળવાનું જ નહી એવું નક્કી કર્યું છે.”
મિત્રને સમજાવ્યું ક” પી.યુ.સી છ મહીને એકવાર કરાવવું પડે એટલું તો યાદ રાખો , લાયસન્સ ૧૦ વર્ષે રીન્યુ કરાવવું પડે , વિમાની મદત પૂરી થાય એ પહેલા મેસેજ કે કાગળ આપતાં જ હોય છે. અને હેલ્મેટની થોડી ચિંતા કરો , તો ટ્રાફિક પોલીસ તમને કદાચ ઉભા પણ નહિ રાખે. આમાં જોખમ ક્યાય નથી. જોખમ તો આપણે જાતે જ નોતરીએ છીએ.
મિત્રને આ બધી વાત ગળે ઉતરી નહિ. આપણે સ્વતંત્ર બારાતમાં ઈચ્છા મુજબ જીવી ન શકીએ ? આવી દલીલ કરીને ટ્રાફિક પોલીસના ડર સાથે હેલ્મેટ વગર રવાના થયા.

રાજકારણીઓ તમામ ઘટના ને રાજકીય ચશ્માં થી જ જુએ છે
ચંદ્રયાન થોડા માટે ચંદ્રા પર ન ઉતર્યું તો કોંગ્રેસી કહે કે ૨૦૧૭ ની ચુંટણી જેવું થયું ,
આ ચોમાસામાં કુદરતે તમામ નદી નાળા છલકાવી દીધાં તો ભાજપી કહે કે ૨૦૧૯ ની ચુંટણી જેવું થયું.

રાજકારણીઓ સતત રાજકીય સમીક્ષાઓમાં વ્યસ્ત રહેતા હોય છે. જેથી ઘર પરિવાર , સમાજ અને વિશ્વની કોઈ પણ ઘટનામાં તેમને રાજકીય ચશ્માથી જોવાની આદત પડી ગઈ હોય છે.
આપણા દેશના વૈજ્ઞાનિકોની મહાન સિદ્ધિ સમાન ચંદ્રયાન – ૨ ની ઉડાન સફળ રહી , યાન ચંદ્રની ફરતે નક્કી થયેલા કાર્યક્રમ મુજબ ફર્યું. ઉતરાણ માટે વિક્રમ યાનથી નિયત સમયે અલગ પડ્યું અને ચંદ્રની સાવ નજીક હતું , અને માત્ર ૨.૫ કિ.મિ નું અંતર કાપવાનું હતું અને ઈસરો નાં કોમ્પુટરોમાં અંધારપટ છવાઈ ગયો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ ઘટના સમયે ઇસરોની કચેરીમાં ઉપસ્થિત હતા. વૈજ્ઞાનિકોને ધરપત અને આશ્વાસન આપ્યું.
આ ઘટના અંગે કોંગ્રેસ કાર્યાલય માં કેટલાક સીનીયર આગેવાનો વચ્ચે ચર્ચા ચાલી. એક નેતાએ કહ્યું “ આતો ૨૦૧૭ ની ચુંટણી જેવું થયું. ૨૦૧૭ ની ચુંટણીમા આપણે બધું જ આયોજન મુજબ પાર પાડ્યું , હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે જે ઉતરાણ નો કાર્યક્રમ નક્કી કર્યો તે મુજબ કોંગ્રેસમાં ઉતરાણ કરી નાખ્યું હતું. ચંદ્રયાન માં પણ ખામીના કારણે એકવાર ઉડાન નિર્ધારિત સમય કરતા મોડું કરવું પડ્યું હતું. કોંગ્રેસમાં પણ શંકરસિંહજી બાપુએ ૧૧ ધારાસભ્યો સાથે પક્ષ છોડતા , રીપેરીંગ કરવામાં કોંગ્રેસના વૈજ્ઞાનિકો કામે લાગ્યા હતા. અને રીપેરીંગ પણ બરાબર થઇ જ ગયું હતું. પરંતુ છેલ્લે ખબર નહિ શું ગરબડ થઇ કે કોંગ્રેસનું યાન સત્તાની ખુરશી ઉપર ઉતરી શક્યું નહિ , થોડા માટે રહી ગયું.”
એક બોલકા નેતાએ કહ્યું “ તમારી વાત સાચી , પણ ઇસરોમાં તો વડાપ્રધાને આઘાતમાં ડૂબેલા ઈસરોના ચેરમેન કે. સિવાન ને ગળે લગાડી આશ્વાસન આપ્યું હતું. જયારે કોંગ્રેસમાં તેનાથી ઉલટું થયું. જેમણે આશ્વાસન આપવાનું હતું એ રાષ્ટ્રીય પ્રમુખ જ નિષ્ફળતાથી નાસીપાસ થયાં. અને મેદાન છોડીને નાસી ગયા. એટલે કોંગ્રેસનું યાન સત્તાની ખુરશી ઉપર ઉતરી શકે એવું મને તો દેખાતું જ નથી.
બીજી ઘટના એ બની છે કે આ વરસે કુદરત ગુજરાત ઉપર મહેરબાન છે. પાણીની સમસ્યા ગુજરાતના એક પણ ખૂણે ન રહે તે માટે કચ્છ – બનાસકાંઠા થી લઈને સમગ્ર ગુજરાતમાં દોઢ ગણો વરસાદ વરસાવી દીધો છે. સ્વર્ણિમ સંકુલ ખાતે ભાજપના કેટલાક ધારાસભ્યો સાથે એક ખુણામાં ઉભા રહીને વાતચીત ચાલતી હતી. સૌરાષ્ટ્રના એક ભાજપી ધારાસભ્યએ કહ્યું “ આ વખતનો વરસાદ પણ ૨૦૧૯ ની લોકસભા ચુંટણી જેવો છે. ભાજપને ૨૬ માંથી ૨૬ બેઠક મળી , તેમ આ વખતે વરસાદે પણ ગુજરાતની તમામે તમામ નદી , નાળા , ડેમ ને છલકાવી દઈને ૧૦૦ ટકા પરિણામ આપ્યું છે. ”
અન્ય ધારાસભ્યએ કહ્યું “ ૧૦૦ ટકા નહિ દોઢસોટકા થવા આવ્યું છે. જે રીતે ભાજપમાં સત્તાનું ઘોડાપુર આવ્યું અને તેનાથી પક્ષને હવે નુકસાન થઇ રહ્યું છે. રોજે રોજ નેતાઓના કાંઈ ને કાંઈ કૌભાંડ – વાણી વિલાસ અને કરતૂતો જાહેર થાય છે. એ જ રીતે હવે અતિવૃષ્ટિ ખેડૂતો અને ગરીબ લોકો માટે મુશ્કેલી સર્જી શકે છે. આ નદીઓના ઘોડાપુર બંધ થાય તે જરૂરી છે. ”
તો ત્રીજા સભ્યએ સ્વાર્થની વાત કરી “ અરે ભલેને મેહુલો આવતો અતિવૃષ્ટિ થાય લોકોની ઘરવખરી તણાય , આવું કઈ થાયતો જ આપણા સંગઠન અને સરકારને કોઈ કામ મળે રાહત કાર્યો , કેશ ડોલ્સ , નુકસાનીના સરવે , રાહત માટે કેન્દ્રામાંનથી ફંડ અને ફંડ વાપરવામાં કમાણી. આ બધું તો ફાયદા રૂપ જ ગણી શકાય.”
અન્ય સભ્યે કહ્યું “ બહુ લાલચુ ન થાવ , હવે આ મીડિયા વાળા બધું જ ધ્યાન રાખીને બેઠા હોય છે. રોજ સરકાર અને પક્ષ વિરોધી સમાચારો આપશે.”
તો જવાબ મળ્યો “ મીડિયા વાળા ગમે તેટલું લખે , પણ પ્રજા ભાજપ સાથે છે એ દરેક ચુંટણીએ સાબિત કરી જ આપ્યું છે. માટે મીડિયા થી ગભરાઈને આપણે કશું કરવું જ નહિ એવું થોડું ચાલે ! ”

Print Friendly, PDF & Email