Home દુનિયા સાઉદીના રાજવી પરિવારના 150 સભ્યો કરોનાની ઝપટમાં, કિંગ-પ્રિન્સ આઇસોલેશનમાં

સાઉદીના રાજવી પરિવારના 150 સભ્યો કરોનાની ઝપટમાં, કિંગ-પ્રિન્સ આઇસોલેશનમાં

357
0
SHARE

(જી.એન.એસ.) રિયાધ તા.10
કોરોના વાઇરસથી વિશ્વઆખું ત્રસ્ત છે કોરોના વાઇરસ સામે એક વ્યક્તિ પણ હુંકાર કરી શકે એમ નથી કે મને આ રોગ નહીં થાય. આનાથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અને વ્યક્તિ વિશેષ (VVIP) છટકી શકે એમ નથી. આ વાઇરસે સામાન્ય માણસ હોય કે હોલિવુડ અભિનેતા હોય કે મોટો રાજકારણી, કે પછી સેલિબ્રિટી બધાને સંકજામાં લીધા છે. આ વાઇરસે બ્રિટનના વડા પ્રધાન હોય કે પ્રિન્સ ચાર્લ્સ હોય કે કનિકા કપૂર હોય બધાને આ રોગે ભરડામાં લીધેલા છે. હવે સાઉદી અરેબિયાથી એવા અહેવાલો આવી રહ્યા છે કે રાજવી પરિવારના 150 સભ્યોમાં કોરોના વાઇરસનો ચેપ પ્રસર્યો છે, આ ઘટના પછી કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આઇસોલેશનમાં ગયા છે.
કિંગ ફૈઝલ સ્પેશિયલિસ્ટ હોસ્પિટલના ડોકટરો રાજવી પરિવારની સારવાર કરવામાં રોકાયેલા છે અને ત્યાં કોરોનાનું જોખમ વધી ગયું હોવાથી હોસ્પિટલ 500 વધારાના બેડ તૈયાર કરી રહી છે. હોસ્પિટલે કહ્યું હતું કે “દેશભરમાંથી આવતા વીઆઇપી દર્દીઓ માટે એક અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.
ટાઇમ મેગેઝિનના જણાવ્યા અનુસાર હોસ્પિટલે ડોકટરોને એક હાઈ એલર્ટ સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ખબર નથી કે કેટલા કેસો તેમની પાસે આવશે, પરંતુ બધા દર્દીઓને દૂર કરવામાં આવે અને ફક્ત ઇમર્જન્સી કેસ પર જ ધ્યન આપવામાં આવે અને એ પણ શાહી પરિવાર સાથે જોડાયેલા હોય એ જ.
રિયાધની આ હોસ્પિટલમાં કોઈ ચેપગ્રસ્ત કર્મચારીને રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે, જેથી શાહી સભ્યો માટે રૂમ્સ સુરક્ષિત રાખી શકાય. બીજી બાજુ શાહ સલમાન (84) જેદ્દા નજીક આઇસોલેશનમાં ચાલ્યા ગયા છે, જ્યારે ક્રાઉન પ્રિન્સ સલમાન લાલ સમુદ્ર કિનારે એક દૂરના વિસ્તારમાં આઇસોલેશનમાં જતા રહ્યા છે.

Print Friendly, PDF & Email