Home મનોરંજન સાઈના નેહવાલની બાયો-ફિલ્મ પડતી મુકાઈ

સાઈના નેહવાલની બાયો-ફિલ્મ પડતી મુકાઈ

515
0
SHARE

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
ટોચની બેડમિંગ્ટન ખેલાડી સાઇના નેહવાલની બાયો-ફિલ્મ પડતી મૂકાઇ રહી છે કે શું એવી ચર્ચા આજકાલ કૉકટેલ સર્કિટમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું. આ ફિલ્મમાં ટોચની ગણાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાઇનાનો રોલ કરવાની હતી. ૨૦૧૭માં શ્રદ્ધાની રજૂ થયેલી ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. આવી ફિલ્મોમાં દાઉદ ઇબ્રાહિમની બહેન અને મધ્ય મુંબઇની મહિલા ડૉન હસીના પારકરની બાયો-ફિલ્મ ઉપરાંત આદિત્ય રોય કપૂર સાથેની ઓકે જાનુ ફિલ્મ પણ ફ્લોપ નીવડી હતી એટલે સ્વાભાવિક રીતેજ એની માર્કેટ વેલ્યુને પ્રતિકૂળ અસર પહોંચી હતી. હવે એની સાઇના નેહવાલની બાયો-ફિલ્મ પણ બેમુદત વિલંબમાં પડી છે. જો કે બોલિવૂડમાં જે ફિલ્મ ડબ્બામાં પૂરાઇ જાય એને માટે આવા સૌમ્ય શબ્દો વાપરવાની ફૅશન છે કે એ બેમુદત વિલંબમાં પડી છે. આમ અત્યારે શ્રદ્ધા પણ ટેન્શનમાં આવી ગઇ છે. જો કે હજુ એની પાસે એક મોટી ફિલ્મ છે ખરી. બાહુબલિ ફેમ અભિનેતા સાઉથના પ્રભાસ સાથે એ સાહો ફિલ્મ કરી રહી છે અને ખુદ પ્રભાસે એમાં શ્રદ્ધાના પાત્રને બિરદાવ્યું છે તથા એવી જાહેરાત કરી હતી કે આ ફિલ્મમાં શ્રદ્ધા માત્ર શોભાની પૂતળી તરીકે લેવાઇ નથી. એનો રોલ પણ પૂરતા મહત્ત્વનો છે. સમર્થનવિહોણા અહેવાલ મુજબ સાઇના નેહવાલના પ્રોડયુસર્સ આ ફિલ્મ દીપિકા પાદુકોણ જેવી કોઇ સેલેબલ અભિનેત્રીને લઇને બનાવવાનું વિચારી રહ્યા હતા.

Print Friendly, PDF & Email