Home ગુજરાત સરકાર, વાલીઓ અને સંચાલકો….કોઇક તો વિચારો મારા ગુરૂજનોનું…

સરકાર, વાલીઓ અને સંચાલકો….કોઇક તો વિચારો મારા ગુરૂજનોનું…

591
0
SHARE

નમસ્કાર, હું આપની ચાહિતી એન્કર વૈશાલી પોબારૂ.
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
આપણે ગુરુ અને મા ને સમાન દરજ્જો આપીયે છીએ. ગુરુપૂર્ણિમાના દિવસે આપણી યથાશક્તિ પ્રમાણે ઉપહાર પણ આપીયે છીએ. આજે હાઇકોર્ટે એક ચુકાદો આપ્યો છે, જ્યાં સુધી શાળાઓ નહિ ખુલે ત્યાં સુધી શાળા ફી નહિ માંગી શકે, જે વાત સંપૂર્ણ પણે સત્ય છે. કોરોના ની મહામારી ના કારણે આપણે બધા પોતાના જ ઘરો માં કેદ થઇ ગયા હતા, ત્રણ મહિનાના લોકડાઉન પછી ફરી સરકાર ની મંજુરી મળતાં જનજીવન શરૂ થઈ ચુકીયુ છે. ત્યારે આ સમયગાળા દરમિયાન ઘણા બધા બિઝનેસ પડી ભાગીયા, શેરબજારનું માર્કેટ ઠપ્પ થઈ ગયું, સોના-ચાંદીના ભાવો ઘટી ગયા, અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ મચી ગઇ, પણ સરકારે બધાને એકસરખો સાથ સહકાર આપ્યો. પણ હાઇકોર્ટેના આ ચુકાદાને કારણે થોડું દુઃખ થયું સાંભળી ને. સરકાર ની સાથે સાથે આપણે બધાએ પણ એકબીજાને મદદરૂપ થવામાં કોઈ કસર નથી છોડી. વાલીગણ કહે છે અમારા બાળકો ઓનલાઈન શિક્ષણ થી બગડી જશે, અને ઉપરથી ઓનલાઈન શિક્ષણ માટે મોબાઇલ અને ઈન્ટરનેટ નો ખર્ચો સાવ સાચી વાત છે. પણ તમને એક સરસ મજાની વાત કહેવાનું મન થાય છે, કહેવાનું નહિ જણાવવાનું મન થાય છે. થોડી ફની વાત છે પણ સાચી છે. ટેક્નોલોજી માં આપણે ઘણાબધા આગળ વધી ગયા છીએ, ત્યારે આજે પણ ઘણા લોકો પાછળ છે જેને ટેક્નોલોજી નથી આવડતી, શીખવી છે પણ શીખવાના ખર્ચ કરતા પરિવારની જવાબદારી નિભાવવી વધુ જરૂરી સમજે છે, અને આમાં કેટલાક સિક્ષકોનો પણ સમાવેશ થાય છે. છતાં પણ આજે જરૂર પડી તો એમને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ને મહત્વ આપી ટેક્નોલોજી શીખી ઓનલાઈન શિક્ષણ શરુ કર્યું. મા-બાપ જેટલી જ ચિંતા શિક્ષકો પણ કરે છે કારણ શિક્ષકોને એક નહિ હજારો બાળકો હોય છે. અને એટલે જ હજારો બાળકો ના ભવિષ્ય ને એના કેરિયર ને ધ્યાન માં લઇ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું. ઘણા શાળા સંચાલકો જૂની પેઢી લઇ ને બેઠા છે એમને એમનાથી બનતી મદદ કરી એમના શિક્ષકો ને પગાર ચુકવી, પણ ઘણા શાળા સંચાલકોને નાની શાળા છે જેની દર મહિને ફી આવે ત્યારે એ શિક્ષકોને એમનું વળતર આપે છે, આવા સંચાલકો ઈચ્છે છે પોતાના શિક્ષકો ને મદદરૂપ થવાનું પણ નથી કરી શકતા. સરકાર એની જગ્યા પર સાચી છે, શાળા સંચાલકો એની જગ્યા પર સાચા છે, વિદ્યાર્થી અને વાલીગણ એની જગ્યાએ સાચા છે. આપણે બધા સરકાર, શાળા સંચાલક, વિદ્યાર્થી અને વાલીગણ વિષે જ વિચારીએ છીએ. પણ શિક્ષકો વિષે તો વિચારતા જ નથી, જે શિક્ષકો ના પરિવાર નું ગુજરાન માત્ર આ એક પ્રાઇવેટ શિક્ષકની નોકરી પર ચાલે છે. આવા સમયમાં પણ શિક્ષકોએ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય ને ધ્યાન માં રાખી શિક્ષણ આપે છે એમને નથી ખબર એમને પગાર મળશે કે નહિ મળે. કોટી કોટી વંદન છે આવા શિક્ષકગણ અને એમના પરિવારને. આપણે બધાએ એકબીજાની મદદ કરી છે તો શું તમને નથી લાગતું કે જે શિક્ષકો આપણા બાળકો ને ભણાવી IPS, Doctor, Scientist.. etc… બનાવવામાં મા-બાપ જેટલું જ યોગદાન આપે છે, અતિયારના સમયમાં આપણે જે ડૉક્ટર્સ ને ભગવાન સ્વરૂપ માનીને તેમજ સફાઈકર્મચારીઓ અને પોલીસકર્મચારીઓને દેશના હીરો માનીને આપણે સૌ અનેક રીતે બિરદાવીએ છીએ એમને બનાવનાર પણ એક શિક્ષક જ છે ને! એમને શું કહીને બિરદાવીશું? આજના સમયમાં એ જે કાર્ય કરી રહયા છે એના માટે કોઈએ પણ બે શબ્દો બોલવાની જરૂર નથી દેખાતી? તો આજે એ શિક્ષકગણ અને એમના પરિવાર ને આપણા કોટી કોટી વંદન ની સાથે આર્થિક મદદ ની પણ જરૂર છે? અને આ આર્થિક મદદ આપણે આપણાં બાળકો ની ફી ચૂકવી કરી શકીયે છીએ. તમે શાળા સંચાલક ની મદદ કરો શાળા સંચાલક શિક્ષકોનો પગાર આપી એમની મદદ કરશે. ધન્યવાદ.(જી.એન.એસ., વૈશાલી પોબારૂ)

Print Friendly, PDF & Email