Home દેશ - NATIONAL ‘સરકાર નિર્દયતાથી મહિલા ખેલાડીઓના અવાજને દબાવી રહી છે..’ : પ્રિયંકા ગાંધી

‘સરકાર નિર્દયતાથી મહિલા ખેલાડીઓના અવાજને દબાવી રહી છે..’ : પ્રિયંકા ગાંધી

62
0

કુસ્તીબાજોની પોલીસ કાર્યવાહી અને અટકાયત બાદ વિપક્ષ ભાજપ પર આક્રમક બન્યો

(GNS),30

દિલ્હીના જંતર-મંતરથી નવી સંસદની સામે મહાપંચાયત યોજવા જઈ રહેલા કુસ્તીબાજોની પોલીસ કાર્યવાહી અને અટકાયત બાદ વિપક્ષ ભાજપ પર આક્રમક બન્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ખેલાડીઓની છાતી પરના મેડલ આપણા દેશનું ગૌરવ છે, પરંતુ મહિલા ખેલાડીઓના અવાજને બૂટ વડે નિર્દયતાથી કચડી નાખવામાં આવી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ સંદર્ભે, નવી સંસદની સામે મહાપંચાયત યોજવા જઈ રહેલા કુસ્તીબાજોને પોલીસે રવિવારે (28 મે) કસ્ટડીમાં લીધા હતા. આ પછી પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું, ‘ખેલાડીઓની છાતી પરના મેડલ આપણા દેશનું ગૌરવ છે. તે મેડલ સાથે ખેલાડીઓની મહેનતને કારણે દેશનું સન્માન વધે છે. ભાજપ સરકારનો અહંકાર એટલો વધી ગયો છે કે, સરકાર નિર્દયતાથી આપણી મહિલા ખેલાડીઓના અવાજને બુટ નીચે કચડી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું, ‘આ બિલકુલ ખોટું છે. સરકારના ઘમંડ અને આ અન્યાયને આખો દેશ જોઈ રહ્યો છે.

પ્રિયંકા ગાંધીની સાથે વિપક્ષના અન્ય ઘણા નેતાઓએ પણ કુસ્તીબાજો સામે પોલીસની કાર્યવાહીને ખોટી ગણાવી હતી. કોંગ્રેસના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે, મહિલા કુસ્તીબાજોને હેરાન કરનાર વ્યક્તિ સંસદમાં બેઠો હતો અને ન્યાય માંગતી અમારી દીકરીઓની બહાર તોડફોડ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા પંખુરી પાઠકે કહ્યું કે, પોલીસ જે રીતે મહિલા કુસ્તીબાજોને ખેંચે છે તે સરમુખત્યારશાહી સમાન છે. તે શર્મજનક છે. તે જ સમયે, આ ઘટના બાદ રેસલર્સ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. બજરંગ પુનિયાએ કહ્યું અમને ગોળીબાર.મહિલા કુસ્તીબાજોએ કહ્યું કે, તેઓ પાછળ નહીં હટે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તે દરેક પરિસ્થિતિમાં લડવા તૈયાર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ જ મારી પ્રતિજ્ઞા : વડાપ્રધાન મોદી
Next articleબોલિવૂડ અભિનેત્રી અદા શર્માએ અંગત જીવન વિષે કર્યો ખુલાસો