Home દેશ - NATIONAL સરકારે જમ્મુ કાશ્મીરનું 1.18 લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ જાહેર કર્યું

સરકારે જમ્મુ કાશ્મીરનું 1.18 લાખ કરોડ રૂપિયાનું વચગાળાનું બજેટ જાહેર કર્યું

25
0

(જી.એન.એસ),તા.૦૭

પાડોશી દેશ પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફ હાથ ફેલાવીને બેઠું છે. જેથી તેને કંઈક રાહત પેકેજ મળી જાય. જેના માટે તેણે કેટલાય જુગાડ લગાવ્યા છે. આઈએમએફની શરતોને પુરી કરવા માટે તેમને પોતાના નાગરિકો પર મોંઘવારીનો ખૂબ ભાર નાખી રાખ્યો છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ પાસેથી 3 અબજ ડોલરની રાહત માગી રહ્યું છે. આ બાજુ ભારત સરકારે જમ્મુ કાશ્મીરના વિકાસ માટે 14.16 અબજ ડ઼ોલર એટલે કે 1180000000000 રૂપિયા (1.18 લાખ કરોડ રૂપિયા)નું વચગાળાનું બજેટ જાહેર કર્યું છે. આ બજેટ પાકિસ્તાન માટે આઈએમએફના રાહત પેકજ કરતા 5 ગણુ વધારે છે. જમ્મુ કાશ્મીરના વિકાસ માટે આ બજેટ એક મહત્વની ભૂમિકા નિભાવશે. પાકિસ્તાન 5 ફેબ્રુઆરીએ કાશ્મીર સોલિડેરિટી ડે મનાવે છે. ભારત સરકાર આ દિવસે જમ્મુ અને કાશ્મીરના આર્થિક વિકાસ માટે વચગાળાનું બજેટ પ્રસ્તાવિત કર્યું.  

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર માટે ભારતનું બજેટ, કૃષિ, ગ્રામીણ વિકાસ, પર્યટન, સ્વાસ્થ્ય દેખરેખ, શિક્ષણ અને સાંસ્કૃતિક સંરક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રો પર ફોક્સ કરે છે. તેમાં સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે મોટા રોકાણની પણ જાહેરાત છે.  નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટનો પ્રસ્તાવ રાખતા કહ્યું કે, જમ્મુ કાશ્મીર ઓગસ્ટ 2019ના સુધારા બાદથી સામાજિક-આર્થિક તરક્કી પર ઝડપથી આગળ વધી રહ્યું છે. સરકાર આ રાજ્ય માટે સમાવેશી વિકાસના રસ્તા શોધી રહી છે. અહીં પર્યટન માટે 20 સ્થળના ઈંફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. સાથે જ પરંપરાગત નકલી ગામ સેટઅપ તરીકે પણ ડિઝાઈન કર્યા છે. તો વળી અમુક અન્ય ગામને પણ ડેવલપ કરવાના છે. અહીં ઉલ્લેખનિય છે કે, નાણાકીય વર્ષ 2023-24 માટે પાકિસ્તાન કુલ 14.46 ટ્રિલિયન પાકિસ્તાની રુપિયા (50.45 અબજ ડોલર)નું બજેટ રાખ્યું હતું. તેમાં ડિફેન્સ માટે અમાઉંટ 1.8 ટ્રિલિયન પાકિસ્તાની રુપિયા રાખ્યુ છે. જે પાછલા બજેટ કરતા 15 ટકા વધારે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન
Next articleભારતે 100 ટકા ઇલેક્ટ્રિસિટી કવરેજને હાંસલ કરી લીધું છે : વડાપ્રધાન મોદી