(જી.એન.એસ),તા.૦૪
મુંબઈ,
આજે સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં શરૂઆત થઈ છે. મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય બજાર પર જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટીએ 22500નું રેકોર્ડ સ્તર પાર કર્યું છે. એશિયન અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં મિશ્ર એક્શન છે. આ પહેલા શનિવારે ખાસ ટ્રેડિંગ ડે પર સેન્સેક્સ 60 પોઈન્ટના વધારા સાથે 73,806 પર બંધ થયો હતો. વૈશ્વિક બજારોની વાત કરીએ તો અમેરિકન ફ્યુચર્સ માર્કેટમાં અત્યારે ફ્લેટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. એશિયાના બજારોમાં ઉછાળો જોવા મળી શકે છે. શુક્રવારે અમેરિકન બજારો ઉછાળા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ લગભગ એક ક્વાર્ટર ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ પણ 0.8% ના વધારા સાથે અને Nasdaq 1% થી વધુ ના વધારા સાથે બંધ થયો હતો. આ ત્રણેય ઈન્ડેક્સ નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.
એશિયાના બજારોની વાત કરીએ તો આજે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પ્રથમ વખત 40,000ને પાર કરવામાં સફળ રહ્યો છે. આજે તે 1% થી વધુનો વધારો દર્શાવે છે. સાઉથ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ દોઢ ટકા અપ છે. તાઈવાનના માર્કેટમાં ગ્રોથ છે. યુએસ બોન્ડ યીલ્ડ 4.2% પર હોવા હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગયા સપ્તાહે રોકડ બજારમાં ₹1089 કરોડનું વેચાણ કર્યું હતું. ફેબ્રુઆરીમાં FII દ્વારા કુલ ₹16,000 કરોડનું વેચાણ જોવા મળ્યું હતું. તેના છેલ્લા મહિનામાં તે ₹36,000 કરોડ હતો. જો કે, ઓગસ્ટ 2023 થી DII એ રોકડ બજારમાં ખરીદી ચાલુ રાખી છે. બજારમાં સ્થિરતા અને રેકોર્ડ ઉછાળા પાછળનું કારણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ભારતીય શેરબજાર શરૂઆતની બેલ પ્રમાણે (૦૪ માર્ચ ૨૦૨૪ – ૯.૧૬ એ.એમ)
સેન્સેક્સ : ૭૩,૮૭૫.૦૩ +૬૮.૮૮ (૦.૦૯૩ %)
નિફ્ટી : ૨૨,૪૦૨.૩૫ +૨૩.૯૫ (૦.૧૧ %)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.