Home ગુજરાત સત્તાના નશામા ચકચૂર ભાજપ પ્રમુખ દ્વારા રોડ ના થવા દેવા અધિકારીઓ પર...

સત્તાના નશામા ચકચૂર ભાજપ પ્રમુખ દ્વારા રોડ ના થવા દેવા અધિકારીઓ પર દબાણ…!!!

452
0
SHARE

વ્યક્તિગત અહમ સંતોષવા માટે પોતાના જ પાડોશીઓ ને ખાડા ભુવા મા નાખવા તૈયાર…..રોડ ના થવા દેવા મ્યુનિસિપલ ના અધિકારીઓ પર દબાણ…

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.27
સેક્ટર 6 એના ઇન્ટર્નલ રોડને સ્ટ્રોમ લાઈન ખાવા માટે ભાજપ શહેર પ્રમુખને ઈશારે અને વહીવટ સાથે રોડ ખોદી નંખાયો હતો હતો. ત્યારબાદ વસાહતીઓ મૌખિક લેખિત રજૂઆતો કરી હતી જેના ભાગરૂપે ડેપ્યુટી મેયર સ્થળ પર આવી રોડ કરવાની ખાતરી આપી હતી.
પરંતુ શહેર ભાજપ પ્રમુખ, જે ખુદ આ વિસ્તારમાં રહે છે તે પોતાનો અહમ અને જોહુકમી ચલાવવા માટે, સત્તાના જોરે, મનપાના સબંધિત વિભાગના અધિકારીઓને રોડ ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે ખુદ મનપાનું તંત્ર પણ આ બધી હરકતો ને મૂક પ્રેક્ષક તરીકે જોઈ રહ્યું છે.
ગાંધીનગર મનપાનું સમગ્ર તંત્ર જ્યારે વિસ્તાર વધારવાની કવાયતમાં લાગ્યું છે ત્યારે, મૂળ પાટનગરના શહેરી વિસ્તારની માળખાકીય સુવિધાઓની ઠેરઠેર અવગણના થઈ રહી છે. આવા જ એક તાજા ઉદાહરણમાં, સેક્ટર 6 એ ના પ્રાઇવેટ પ્લોટ વિસ્તારમાં, અણઘડ વહીવટ કરી ને, ગત ફેબ્રુઆરી 2020 માં વસાહતીઓને જાણ કર્યા વિના, સેક્ટરનો ઇન્ટર્નલ રોડ, વરસાદી પાણીની સ્ટ્રોમ લાઈન નાખવા ત્રણથી ચાર ફૂટ ઊંડાઈ ખોદવામાં આવ્યો હતો. ત્યાર પછી, આ વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન માં આવ્યું ન હોવા છતાં, કોઈ તંત્ર પ્રસાસન રહેવાસીઓને પડતી અગવડ નું નિરાકરણ કરવા માટે સહેજ પણ રસ લેતું નથી.
સ્ટ્રોમલાઈન ના પોલાણ અને ખાડાના કારણે ઘરની બહાર નીકળતી વખતે જ પડી જવાના જોખમ રહેલા હોઈ , વસાહતી ઓ અનેક મૌખિક અને લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે. વરસાદી પાણીના કાદવ-કીચડ ના કારણે, જીવજંતુ ઉપદ્રવ થવાના પણ જોખમ રહેલા છે.
એક બાજુ કોરોના જેવી મહામારીમાં સ્વચ્છતા અને સેનીટાઇઝર ની જાહેરાતો ના ઢોલ વગાડ તું તંત્ર, ખાડા ભૂવા ઓના જોખમો અને કાદવ કીચડ થી રોગચાળાના જોખમો સામે આંખ આડા કાન કરે છે. નાના બાળકો ખાડામાં પડી જાય, તો કયા તંત્રને જવાબદાર ગણવું?
આવી મહામારી ના સમયે તંત્ર જ્યારે લોકોને બહાર ની અવરજવર સીમિત કરવાની સલાહ આપે છે ત્યારે, અન્ય શાકભાજી અને ફળ ની લારી પણ ચાલી ન શકે તેવા ઘરઆંગણ હોય અને અને પ્રજાએ માત્ર મીડિયામાં સારી જાહેરાતો ના ફોટા જ જોવાના?
છેલ્લા ચાર મહિનાથી થયેલી આવી ગંભીર સમસ્યા નું, તંત્રના ડેપ્યુટી મેયર ના અધિકારી સ્થળ મુલાકાત લઇ પરિસ્થિતિની ગંભીરતા થી વાકેફ થયા હોવા છતાં, બંધ પ્રશાસનને પ્રજાના પ્રશ્નોનું નિવારણ કરવામાં કોઈ રસ દેખાતો નથી. આ બાબતે પ્રજામાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પડઘા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પડે એવું ચોક્કસ લાગે છે.
ખરેખર તો મહાનગરપાલિકા ની સ્થાપના થયેલી થી પ્રજા છેતરાઈ થયેલાનીની લાગણી અનુભવે છે, કેમકે પ્રમાણિક પણે ટેક્સ ભરવા છતાં પણ તંત્ર દ્વારા સગવડ આપવામાં આવતી નથી, આવા સંજોગોમાં આવનારા સમયમાં, વસાહતીઓ સંગઠિત થઈને ન્યાય માટે અવાજ ઉઠાવે એ ઇચ્છનીય છે.

Print Friendly, PDF & Email