Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સતત ત્રીજીવાર શ્રી નરેન્દ્ર મોદીનો થયો રાજ્યાભિષેક

સતત ત્રીજીવાર શ્રી નરેન્દ્ર મોદીનો થયો રાજ્યાભિષેક

47
0

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુએ નરેન્દ્ર મોદીને લેવડાવ્યા વડાપ્રધાન પદના શપથ

રાષ્ટ્રપતિએ એનડીએના 50થી વધુ સાંસદોને કેબિનેટ મંત્રીપદના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

(જી.એન.એસ) તા. 9

નવી દિલ્હી,

દેશમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી એ વડપ્રધાન તરીકે શપશ લીધા હતા. શપથ વીધી સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7.15 કલાકે શરૂ થયો હતો. મહત્વની વાત તે છે કે દેશમાં જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી છે, જેઓ 3 વાર ભારતના વડાપ્રધાન બનશે. ત્યારે આ વખતે એનડીએ ગઠબંધન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં કાર્યભાલ સંભાળશે. તે ઉપરાંત આજ રોજ 50 થી વધુ સાંસદો ને કેબિનેટ મંત્રી મંડળમાં મંત્રી પદ તરીકે શપશ લેશે. ભાજપના તમામ સહયોગી દળના દિગ્ગજો સાંસદોને મંત્રી પદના શપથ માટે ફોન કરી દેવામાં આવ્યા હતા. શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે હાજર રહ્યા હતા.

તે ઉપરાંત નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપશ સમારોહમાં કુલ 8 હજાર વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિદેશના દિગ્ગજ વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ભુતાનના વડાપ્રધાન સમારોહમાં ઉપસ્થિતિ રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજરી આપી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ પણ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથવિધિમાં હાજરી આપી હતી.

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અભિનેતા શાહરૂખ ખાન, અનીલ કપૂર, પ્રસૂન જોશી, સાંસદ કંગના રનૌત સહિત ઘણા મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખરગે પણ શપથવિધિમાં સહભાગી થવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ, વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા બાદ રાજનાથસિંહને, મોદી પ્રધાન મંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા, મોદી પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ અમિત શાહને રાષ્ટ્રપતિએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

નીતિન ગડકરીએ પણ મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. નીતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરથી સાંસદ છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા જે પી નડ્ડાએ પણ મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિદિશાના સાંસદ શિવરાજસિંહ ચૌહાણે, મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય નિર્મલા સિતારમણે, નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. નિર્મલા સિતારમણે અંગ્રેજીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

દેશમાં સતત ત્રીજીવાર સત્તામાં આવેલ મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂટાયેલા એસ જયશંકરે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

મુંબઈથી લોકસભામાં ચૂંટાયેલા પિયુષ ગોયલે નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. પિયુષ ગોયલ બાદ, ઓરિસ્સાથી લોકસભામાં ચૂંટાયેલ ધર્મેન્દ્ર પ્રધાને મોદી મંત્રી મંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

એનડીએ સરકારના ઘટક દળના જીતનરામ માંઝીએ, મોદી પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જનતાદળ યુનાઈટેડના રાજીવ રંજનસિંહ ઉર્ફે લલનસિંહે પણ મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

આસામથી લોકસભામાં ચૂંટાઈ આવેલા  સર્વાનંદ સોનોવાલે કેબિનેટ પ્રધાન તરીકે અંગ્રેજીમાં હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ડોકટર વિરેન્દ્ર કુમારે પણ મોદી મંત્રી મંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

એનડીએના ઘટક દળના રામ મોહન નાયડુએ, મોદી મંત્રી મંડળમાં કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના અંગ્રેજીમાં શપથ લીધા હતા. ટીડીપીમાંથી 36 વર્ષના રામ મોહન નાયડુ સાંસદ બન્યા છે. કર્ણાટકમાંથી ચૂંટાયેલા પ્રહલાદ જોષીએ પણ કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના અંગ્રેજીમાં શપથ લીધા હતા.

જુએલ ઉરાંવે, નરેન્દ્ર મોદી પ્રધાન મંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. બિહારમાંથી લોકસભામાં જીતીને આવનાર ગીરીરાજસિંહે મોદી મંત્રીમંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. ગીરીરાજસિંહ ગત મોદી સરકારમાં પણ પ્રધાન તરીકે હતા. અશ્વિની વૈષ્ણવે પણ મોદી મંત્રી મંડળના કેબિનેટ પ્રધાન તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. અશ્વિની વૈષ્ણવ, રેલવે પ્રધાન તરીકે, ગત મોદી સરકારમાં હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં એસએમસી ત્રાટકી, જુગાર રમતા 22 આરોપીને ઝડપી લેવાયા
Next articleઇતિહાસનું થયું પુનરાવર્તન.. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને રોમાંચક રીતે હરાવ્યું