(જી.એન.એસ),તા.૦૧
મુંબઈ,
અભિનેત્રી જયા બચ્ચન ઉમદા રાજનેતા પણ છે. તેઓ સંસદમાં હંમેશા બિન્દાસ્ત રીતે પોતાની વાત મૂકતા હોય છે. સોમવારે 29 જુલાઈના રોજ રાજ્યસભામાં જયા બચ્ચન એક વાતને લઈને લાલચોળ થઈ ગયા હતા. જ્યારે ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે તેમને શ્રીમતી જયા અમિતાભ બચ્ચન કહીને બોલાવ્યું, તો જયા બચ્ચન અકળાઈ ગયા હતા. તેમણે સભામાં યાદ અપાવ્યું કે, તેમની ઓળખ તેમના પતિના નામથી સ્વત્રંત છે. હકીકતમાં સોમવારે ડેપ્યુટી ચેરમેન હરિવંશ નારાયણ સિંહે બોલવા માટે તેમનું નામ લીધું તો જયા બચ્ચને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, માત્ર જયા બચ્ચન બોલતા તો પૂરતુ રહેતું. જ્યારે તેમને આ જણાવવામાં આવ્યું કે, તેમનું નામ અધિકારિક રીતે રજિસ્ટર છે તો તેમને આ પ્રથાની આલોચના કરી હતી. રાજ્યસભામાં જય બચ્ચનની આ કોમેન્ટ તેજીથી વાયરલ થઈ ગઈ અને તેના પર ઓનલાઈન લોકો કોમેન્ટ કરી રહ્યાં છે. અનેક લોકોએ આ વાતના વખાણ કર્યા છે. તો એક ચાહકે તેમના વખાણ કર્યા, તો બીજાએ સવાલ કર્યો કે તેમની સહમતી વગર અમિતાભ નામને કેમ સામેલ કર્યું. આ વાત પર જોર આપતા કહ્યું કે, અમિતાભ બચ્ચન સાથે લગ્ન કરતા પહેલા જયા એક સફળ અભિનેત્રી હતી. અન્ય એક ચાહકે લખ્યું કે, તેઓ કોઈ પણ એન્ગલથી ખોટા નથી. જયા બચ્ચનની આ ટિપ્પણીથી ફરી એકવાર જાહેર અને વ્યાવસાયિક ક્ષેત્રે મહિલાઓની ઓળખને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. જયા બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પોતાની દાદીની શક્તિ અને સ્વતંત્રતા વિશે વાત કરતાં તેમને પોતાની પ્રેરણા ગણાવી હતી. 2021માં હર સર્કલને આપેલા એક ઈન્ટરવ્યુમાં નવ્યા નંદાએ કહ્યું હતું કે, “તે એક એવી વ્યક્તિ છે જે પોતાની ઓળખ બનાવવામાં અને પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. હું તેના વિશે આદર કરું છું તે સૌથી મોટી બાબતોમાંની એક એ છે કે તેણી તેના અવાજનો ઉપયોગ તે વસ્તુઓ માટે કેવી રીતે કરે છે જે તે જુસ્સાદાર છે. તેણી હંમેશા ખૂબ જ અનફિલ્ટર રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.