Home દેશ - NATIONAL સંજય નિરુપમ મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાશે

સંજય નિરુપમ મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાશે

46
0

(જી.એન.એસ) તા. 2

મુંબઈ,

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નેતા સંજય નિરુપમ આખરે પોતાનો નવો રાજકીય સફર મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનામાં જોડાઈને શરૂ કરશે. આ માહિતી ખુદ સીએમ એકનાથ શિંદેએ આપી હતી. તેમણે કહ્યું કે તેઓ સંજય નિરુપમને તેઓ મળ્યા છે, તેઓ જલ્દી અમારી પાર્ટીમાં જોડાશે.

સીએમ શિંદેને મળ્યા બાદ સંજય નિરુપમે કહ્યું, અમે મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. હું તેમને મળવા આવ્યો હતો. અમે ભવિષ્યમાં મારી ભૂમિકા શું હશે તેની પણ ચર્ચા કરી છે. નિશ્ચિતપણે, શિવસેનાનો દરેક ઉમેદવાર ચૂંટણી જીતે તેનો પ્રયત્ન કરીશું. હું ચૂંટણી નહીં લડું. આ તો મારી ઘર વાપસી છે.

સીએમ એકનાથ શિંદેએ મુંબઈની તમામ સીટો પર એનડીએની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું, “અમે મુંબઈની તમામ 6 બેઠકો જીતીશું અને મહાયુતિ દરેક જગ્યાએ જીતશે. હું જ્યારથી મહારાષ્ટ્ર નો સીએમ બન્યો છું, મુંબઈમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈમાં 2 જાહેરસભાઓ કરશે. અમે તેમને વિનંતી કરી હતી અને તેમણે અમને ખાતરી આપી છે.

સંજય નિરુપમને આશા હતી કે તેમને મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ મળી શકે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને છ વર્ષ માટે હાંકી કાઢ્યા. જોકે, નિરુપમે દાવો કર્યો હતો કે તેમણે પોતે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ પછી સંજય નિરુપમ બીજેપી અને શિવસેનામાં જોડાશે તેવી ચર્ચા હતી. પરંતુ જ્યારે સીએમ શિંદેની પાર્ટીએ મુંબઈ નોર્થ વેસ્ટથી રવિન્દ્ર વાયકરને ટિકિટ આપી ત્યારે તેને સંજય નિરુપમ માટે આંચકા તરીકે જોવામાં આવ્યું હતું.

પરંતુ હવે સંજય નિરુપમે પોતે જ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. સંજય નિરુપમ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. લોકસભા અને રાજ્યસભાના સભ્ય ચુંટાયા. તેઓ અવિભાજીત શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે વિભાજિત શિવસેનાનો ભાગ બનવાનું નક્કી કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઘર આંગણેથી આઠ વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી ગયો દીપડો, દૂર ખેતરમાંથી મળ્યો મૃતદેહ
Next articleકોમેડિયન શ્યામ રંગીલા ની થશે રાજકારણમાં એન્ટ્રી, વારાણસી લોકસભા સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદી સામે લડશે ચૂંટણી