Home મનોરંજન સંજય દત્તની ભાભી સાથે રહે છે ‘આ’ વિવાદાસ્પદ વ્યક્તિ

સંજય દત્તની ભાભી સાથે રહે છે ‘આ’ વિવાદાસ્પદ વ્યક્તિ

990
0
SHARE

(જી.એન.એસ), તા.૫
‘બાલિકા વધુ’ ફેમ પ્રત્યુષાનાં બોયફ્રેંડ રાહુલને લઇ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પ્રત્યુષાની આત્મહત્યા બાદ રાહુલ સિંહની જિંદગીમાં કોઇ આવી ગયુ છે. અભિનેતા સંજય દત્તના પિતરાઇ ભાઇ નિમાઈ બાલીનની પત્નીનાં ઘરમાં રાહુલ રહે છે. જેથી નીમાઇનાં અંગત જીવનમાં તોફાન આવી ગયું છે.
એક અહેવાલ અનુસાર, સંજય દત્તનાં ભાઇ મીમાઇ વાલીનું લગ્ન જીવન કંઇ ઠીક નથી ચાલી રહ્યું. એવી પણ ખબરો આવી રહી છે કે, હાલમાં રાહુલ રાજ સિંહ નિમાઇની પત્ની સાહિલા ચઢ્ઢા સાથે આરમનગર બંગલોમાં રહી રહ્યો છે. જ્યારે નીમાઇ પોતે ઘર છોડીને ગોરેગાંવનાં એક ફ્લેટમાં શિફ્ટ થઇ ગયો છે. તમને જણવી દઇએ કે, નિમાઈ તથા સાહિલાના લગ્નને 20 વર્ષથી પણ વધું થયા છે.
નોંધનિય છે કે, સંજય દત્તની ભાભી રાહુલ રાજ સિંહની ખાસ દોસ્ત છે અને પ્રત્યુષાએ આત્મહત્યા કરી ત્યાર બાદથી જ રાહુલ, સાહિલા સાથે રહી રહ્યો હતો. જો કે પહેલા સંજયનાં ભાઇ નિમાઇએ આ અંગે કોઇ આપત્તિ વ્યક્ત કરી નહતી. બાદમાં લોકોએ તેને સમજાવ્યો કે રાહુલ એક સંદિગ્ધ વ્યક્તિ છે અને ઘરમાં એક જવાન દીકરી અનસૂયા પણ છે. જેના કારણએ નિમાઇએ આ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. છતા પણ સાહિલા હાલમાં પોતાની દીકરી અને રાહુલ સાથે તે ઘરમાં રહે છે.

Print Friendly, PDF & Email