Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી શ્રદ્ધા હત્યા કેસમાં થયો સૌથી ચોંકાવનારો ખુલાસો, શ્રદ્ધાને પહેલા પણ હતો આ...

શ્રદ્ધા હત્યા કેસમાં થયો સૌથી ચોંકાવનારો ખુલાસો, શ્રદ્ધાને પહેલા પણ હતો આ વાતનો ડર!

75
0

છેલ્લા કેટલાક દિવસથી શ્રદ્ધા મર્ડર કેસ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. પોતાની પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરનારા આફતાબ વિશે એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે શ્રદ્ધાને આરોપીથી લાંબા સમયથી જીવનું જોખમ હતું. તેની પુષ્ટિ પોલીસ ફરિયાદથી થઈ છે જે શ્રદ્ધાએ પોતે બે વર્ષ પહેલા પોલીસ મથકમાં નોંધાવી હતી. વર્ષ 2020માં શ્રદ્ધાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘હું શ્રદ્ધા વિકાસ વોકર, આફતાબ અમીન પુનાવાલા વિરુદ્ધ ફરિયાદ કરવા માંગુ છું, જે હાલમાં બી-3-2, રીગલ એપાર્ટમેન્ટમાં રહે છે. જેણે આજે મને મારી નાખવાની કોશિશ કરી. તે હંમેશા મને ડરાવતો ધમકાવતો રહે છે કે તે મને મારી નાખશે, મારા ટુકડાં ટુકડાં કરીને ફેંકી દેશે. 6 મહિનાથી તે સતત મને મારતો રહે છે.

પહેલા મારામાં પોલીસ પાસે જવાની હિંમત નહતી કારણ કે હું ખુબ ડરી ગઈ હતી. તેના પેરેન્ટ્સને આ અંગે જાણકારી છે. તે અમારા રિલેશનશીપ વિશે પણ બધુ જાણે છે. હું તેની સાથે રહી કારણ કે અમે લગ્ન કરવાના હતા, તેણે વચન આપ્યું હતું પરંતુ હવે હું આફતાબ સાથે રહેવા તૈયાર નથી. હું કોઈ પણ પ્રકારની શારીરિક યાતનાઓ વધુ સહન કરી શકું તેમ નથી. જ્યારે પણ તે મને ક્યાંય પણ દેખાય છે તો મને ઈજા પહોંચાડે છે. આ બધા વચ્ચે શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે આફતાબના પરિવારનું નિવેદન લીધુ છે.

પોલીસે આફતાબના પરિવાર સાથે આફતાબ અને શ્રદ્ધાના સંબંધ વિશે પૂછપરછ કરી છે. આ કેસ માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. શ્રદ્ધાી હત્યા કરીને તેના મૃતદેહના 35 ટુકડાં કરનારા આફતાબનો આજે સત્યનો સામનો થઈ શકે છે. દિલ્હીની એફએસએલમાં આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવશે. આફતાબને શ્રદ્ધા કેસ સંલગ્ન સવાલો પૂછાશે. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાશે. તેનો હેતુ હત્યા માટેનો મોટિવ અને સિક્વેન્સ ઓફ ક્રાઈમ જાણવાનો હશે. 22 નવેમ્બરની સાંજે પોલીગ્રાફ ટેસ્ટ અગાઉની પ્રક્રિયા પૂરી કરી લેવાઈ હતી. આ દરમિયાન આફતાબના ચહેરા પર પસ્તાવાના કોઈ નિશાન નહતા. તે બિલકુલ નોર્મલ અને એકદમ બેફ્રીક્ર જોવા મળ્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસીબીઆઈએ સોનાલી હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી, CBIએ 2ને આરોપી બનાવ્યા
Next articleકસ્ટડીમાં આફતાબનો હાવ-ભાવનો સામે આવ્યો વીડિયો, પોલીગ્રાફી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ