Home દેશ - NATIONAL શેરબજારમાં રોકાણ દ્વારા કમાણીની લાલચ આપી GST જોઇન્ટ કમિશનર સાથે 1 કરોડની...

શેરબજારમાં રોકાણ દ્વારા કમાણીની લાલચ આપી GST જોઇન્ટ કમિશનર સાથે 1 કરોડની ઠગાઈ

17
0

(જી.એન.એસ),તા.૨૭

શેરબજારમાં રોકાણ માટે ટિપ્સ આપી અઢળક કમાણીની કરાવી આપવાની લાલચ આપી ભેજાબાજ સરકારી અધિકારીને 1 કાર્ડથી વધુનો ચૂનો ચોપડી ગયા હોવાની હકીકત સામે આવી છે. આ મામલે સરકારી અધિકારીએ પોલીસ ફરિયાદ કરી છે જે અંગે સૂત્રોએ તપાસ શરૂ કરી છે.  રાજસ્થાનના ફલોદીમાં ફરજ બજાવતા જીએસટી જોઇન્ટ કમિશનર રવિન્દ્રપાલ સિંહ મંડા સાથે શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.  

જોઈન્ટ કમિશનર રવિન્દ્રપાલ સિંહે શેરબજારમાં રોકાણ માટે ટિપ્સ આપતી કંપનીમાં રોકાણ કર્યું હતું. તેઓ એક મહિનામાં થોડા પૈસાની કમાણી બાદ તેમને ખબર પડી કે છેતરપિંડી થઈ રહી છે. જે બાદ તેણે રતનદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.  પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને 5 ડિસેમ્બરે વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં  લખ્યું હતું કે તેઓ શેર માર્કેટમાં રોકાણ માટે માર્ગદર્શન આપે છે. અમારી ટીમના અર્જુન શર્મા અને સમીર મલ્હોત્રા તમને મદદ કરશે. આ પછી તેણે કુર્તો ફંડ નામની કંપનીમાં સંસ્થાકીય ખાતું ખોલાવ્યું. જે સંપૂર્ણપણે ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે તેના પર શેરનું ટ્રેડિંગ થાય છે.  

ખાતું ખોલાવ્યા બાદ રવીન્દ્ર પાલને અર્જુન અને સમીરના નંબર પરથી મેસેજ આવવા લાગ્યા હતા. આરોપીની સૂચના પર તેણે 14 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધીમાં 1 કરોડ 7 લાખ 55 હજાર રૂપિયા અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવ્યા પરંતુ તેમને કોઈ લાભ મળ્યો નથી. જ્યારે રવિન્દ્ર પાલે આ અંગે અર્જુન શર્મા અને સમીર મલ્હોત્રાનો સંપર્ક કર્યો હતો. પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ પછી તેણે રતનદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અર્જુન અને સમીર સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. જોઇન્ટ રવિન્દ્રપાલ સિંહ માંડાની પત્ની રાજસ્થાન પોલીસમાં પોલીસ સ્ટેશન ઓફિસર છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીનો વિશ્વાસ જીતી બાદમાં ઠગાઈ કરાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોટી ટેક કંપનીએ તેના 700 કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો
Next articleફિલ્મ ‘કંગુવા’ પહેલું પોસ્ટર રિલીઝ, કોઈએ એક્ટરને ક્યારેય આવા રૂપમાં નહિ જોયો હોય