Home દેશ - NATIONAL શું ઇયરફોન લગાવીને વાહન ચલાવો તો દંડ થાય? શું કહે છે નિયમ?.....

શું ઇયરફોન લગાવીને વાહન ચલાવો તો દંડ થાય? શું કહે છે નિયમ?.. જાણો

53
0

રસ્તા પર વાહન ચલાવતી વખતે આપણે ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે. આપણી પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. સાથે જ આપણે કોઇપણ એવું કામ ન કરી શકીએ જેથી બાકી લોકો ખતરામાં મુકાઇ જાય. કાર અથવા બાઇક ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી તમારું મેમો ફાટી શકે ચે. આ વાતની જાણકારી આપણે બધાને છે. પરંતુ શું વાહન ચલાવતી વખતે આપણે બ્લૂટૂથ ઇયરફોન્સ દ્રારા સાંભળી શકીએ છીએ અને આમ કરવાથી મેમો ફાટશે કે નહી? આ વિશે ઘણા લોકોને જાણકારી છે.

આજે અમે તમને જણાવીશું કે શું તમે વાહન ચલાવતી વખતે ઇયરફોન્સનો ઉપયોગ કરી શકી શકો છો કે નહી? જોકે ટ્રાફિક રૂલ્સમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે ફોનનો ઉપયોગ વાહન ચલાવતી વખતે કરી શકો નહી પરંતુ મોટાભાગના રાજ્યોના મોટર વ્હીકલ એક્ટમાં બ્લૂટૂથ હેડફોન્સને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સમાં પણ અલગ-અલગ વાતો કરવામાં આવી છે. થોડું રિસર્ચ કરતાં અમને બેંગલુરૂ ટ્રાફિક પોલીસની વેબસાઇટ પર તેની સાથે જોડાયેલો એક નિયમ જોવા મળ્યો જ્યાં સ્પષ્ટ લખ્યું છે કે મોબાઇલ ફોન્સ ઉપરાંત ઇયરફોન્સ અને બ્લૂટૂથ હેડસેટનો ઉપયોગ કરો છો તો તમારો મેમો ફાટશે.

વેબસાઇટ પર લખ્યું છે કે ‘ડ્રાઇવિંગ કરતી વખતે ના ફક્ત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, પરંતુ ડ્રાઇવિંગનો ઉપયોગ કરતી વખતે હેડ્સ ફ્રી ઉપકરણો (ઇયરફોન, બ્લૂટૂથ હેડસેટ વગેરે)નો ઉપયોગ કરવો ગુનો છે. તમને ફક્ત નેવિગેશનના ઉદ્દેશ્યથી ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની અનુમતિ છે. કલમ 184 (સી) એમવી એક્ટના અનુસાર કોઇપણ વ્યક્તિ મોટર વાહન ચલાવતી વખતે અથવા સવારી કરતી વખતે હાથમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકે નહી. તમને ટુ વ્હીલર/થ્રી વ્હીલર વાહન માટે 1,500 રૂપિયા, એલએમવી માટે 1500 રૂપિયા અને અન્ય વાહનો માટે 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજીવાર ગુનો કરો છો તો 10,000/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજોશીમઠની જેમ આ વિસ્તારોમાં ભૂસ્ખલન, ISROએ બહાર પાડી યાદી?… જાણો
Next articleઅલ્હાબાદ હાઈકોર્ટના મુસ્લિમ જજે કહ્યું- ગૌહત્યા પર પ્રતિબંધ હોવો જોઈએ