Home ગુજરાત શિક્ષણ માટે બાપુની ટી-20 સામે મોદી ટેસ્ટ મેચ રમ્યા અને મેચ ડ્રો...

શિક્ષણ માટે બાપુની ટી-20 સામે મોદી ટેસ્ટ મેચ રમ્યા અને મેચ ડ્રો થઇ

1716
0
SHARE

બાપુની “અપની બેટી, અપના ધન” યોજનાનું નામ બદલી મોદીએ “બેટી બચાવો બેટી પઢાઓ” કરી નાખ્યું
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પૂર જોશમાં છે. ગુજરાત જાણે કે ઇલેક્શન ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયું હોય એમ ભાજપ અને કોંગ્રેસના નેતાના દિલ્હીથી ધાડે ધાડાં ઉતરી રહ્યા છે. ગુજરાતમાં પ્રચાર દરમિયાન ઉત્સાહમાં આવી ગયેલાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર બોલ્યા કે ગુજરાતમાં સરકારી શાળાઓ નબળી છે. હવે અમે આવી નબળી સ્કૂલોને કેન્દ્રીય સ્કૂલોમાં ફેરવવામાં આવશે. પ્રકાશ જાવડેકરનું નિવેદન ચોંકાવી દેનારૂ હતું. 13 વર્ષ પ્રધાન સેવક સોરી પ્રચારક બૂમો પાડીને કહેતા હતા કે, ગૂણોત્સવથી સરકારી શાળામાં ગુણવત્તા સુધારી છે. મોદીજી વારંવાર કહેચા હતા કે, જૂન મહીનાની 45 ડીગ્રી તાપમાનમાં બધા પ્રધાનો અને અધિકારીઓ પ્રવેશોત્સવ માટે દોડતા હતાં અને ગુજરાતની શૈક્ષણિક શાળાની ગુણવત્તાનું સ્તર ઊંચું આવી ગયું છે.
મોદીએ શિક્ષણ સુધાર્યાના જેટલા ગીત ગાયા હતા તેટલા પર પ્રકાશ જાવડેકરે ઝાડું માદી દીધું ત્યારે મને થયું કે ગુજરાત સરકાર દ્વારા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા દ્વારા લખાયેલા સત્યો તો ખોટા નહીં જ હોય. એટલે આ તથ્યો ચકાસવાનું શરૂ કર્યું તો આંખો પહોળી થઇને બહાર આવી જાય એવું કામ બાપુની ટનાટન સરકારે કર્યું હતું. મારૂ હાળું દરબારે પોતે કામ કર્યાનો દરબારી રાગ ના ગાયો અને તાનારીરીના ગામ વડનગરથી આવેલા મોદીએ રાગ શરૂ કર્યું.
પદ્મશ્રી વિષ્ણું પંડ્યાએ આવડો મોટો ખિતાબ મેળવ્યો હોય એચલે તેમની સત્યતા પર શંકા ન થાય. એમણે 1997માં લખાયેલા પુસ્તકમાં લખ્યું છે કે, શંકરસિંહની 370 દિવસની સરકારે અપની બેટી, અપના ધન નામની યોજના કરી હતી. કાળક્રમે નામ બદલવામાં માહિર નમોએ બેટી બચાવો બેટી પઢાઓ નામ આપ્યું. દીકરીઓ માટેની યોજનામાં એ જમાનામાં 1997માં અપની બેટી અપના ધન યોજના હેઠળ એ જમાનામાં 3 હજારની સહાય આપી હતી. જ્યારે લોકોના પગાર જ 6000 રૂપિયા હોય તે અધધ કહેવાતું હતું. આદિવાસી શાળાઓમાં ગ્રાન્ટ સીધી વધારી દીધી હતી અને પોણો લાખથી વધારે છાત્રોને ફાયદો થઇ ગયો હતો. તો પછી ટીમરૂના પાન વીણીને પોતાની દીકરીઓને ભણાવતી આદિવાસી માતાઓના માસિક પગારમાં સીધો 40 ટકાનો વધારો કરી દીધો. (આ નોંધ વિષ્ણુ પંડ્યાના પુસ્તકમાંથી લીધી છે એટલે સત્યતા પર શંકા ન કરી શકાય)
બાપુની દૂરંદેશિતા એવી હતી કે, એમણે એ જમાનામાં ભણેલી આદિવાસી મહીલાઓ માટે મફત વર્કિંગ વીમન હોસ્ટેલ બનાવી ગરીબ પછાત અને આદિવાસીના છોકરાઓ ભણવા આવે એટલે પ્રસિદ્ધિ પાછળ પૈસા ખર્ચી પ્રવેશોત્સવ મનાવવાને બદલે ધોરણ એકથી સાતમાં ભણતા.છોકરા છોકરીઓને 150 રૂપિયા આપવાનું શરૂ કર્યું.
370 દિવસમાં અપની બેટી અપના ધન યોજનામાં મહીલા ઉત્કર્ષના કામો દેખાતા હતાં. પણ શંકરસિંહના કામ પર કેસરી કૂચડો મારવા 13 વર્ષના શાસનમાં મોદી સરકારે કેસરી સાયકલો આપી, પ્રવેશોત્સવના તાયફા કર્યા, ગૂણોત્સવના ગાણા ગાયા એ પછી પણ જાવડેકર ભૂલી ગયા કે, ભૂતકાળામાં આ બધા ગીતો ગવાયા છે. મોદી સાથે મિલે સૂર મેરા તુમ્હારા કરવાના બદલે બોલી નાંખ્યું કે, ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં કમી છે. હવે એમાં સુધારા કરાશે.
લો બોલો બાર વર્ષે બાવાનાં બદલે જાવડેકર બાબો 22 વર્ષે બોલ્યો કે, શિક્ષણનું નખ્ખોદ વળાયું છે. ત્યારે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાની સત્યતા સ્વીકારી લઇએ કારણ કે સરકારી પ્રકાશન છે એટલે ખોટું ન હોય..તો ભાઇ એટલું નક્કી છે કે, બાપુ ટનાટન સરકારમાં ટી-ટ્વેન્ટી રમીને જિત્યા. અને મોદી 13 વર્ષની બેટિંગ કરી તો પણ શિક્ષણની મેચ તો ડ્રોમાં ગઇ. 1997માં એકવીસમી સદીના ગુજરાત માટે બાપુની ટનાટન સરકારનું વિઝન વિષ્ણુ પંડ્યાના પુસ્તકના આધારે વાંચો આવતી કાલે -હર્ષદ કામદાર

Print Friendly, PDF & Email