Home ગુજરાત શહેરી વિકાસ યોજના અંતર્ગત માણસા નગરપાલિકાને ૧.૧૨ કરોડનો ચેક અર્પણ કરાયો

શહેરી વિકાસ યોજના અંતર્ગત માણસા નગરપાલિકાને ૧.૧૨ કરોડનો ચેક અર્પણ કરાયો

50
0
SHARE

(જી.એન.એસ.)માણસા, તા.૮

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણનો કાર્યક્રમ ઓનલાઇન યોજાયો હતો. જેમાં માણસા નગર પાલિકાને ૧.૧૨ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક નગરપાલિકાના પ્રમુખ કમલેશભાઇ પટેલને અર્પણ કરાયો હતો. રાજ્યના શહેરી વિસ્તારોમાં લોકઉપયોગી માળખાકીય સુવિધાઓના કામો માટે દર વર્ષે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. કલેક્ટર ડો.કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ગઢવીચારણ, અધિક કલેકટરશ્રી એચ.એમ.જાડેજા, ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર, સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Print Friendly, PDF & Email