Home ગુજરાત ‘શરીર દિવ્યાંગ પરંતુ શ્રધ્ધા મક્કમ’ : રામલલ્લાના વધામણાંને આવકારવા અમદાવાદના આ દિવ્યાંગ...

‘શરીર દિવ્યાંગ પરંતુ શ્રધ્ધા મક્કમ’ : રામલલ્લાના વધામણાંને આવકારવા અમદાવાદના આ દિવ્યાંગ યુવાન પણ સહભાગી થયો

36
0

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડીયાએ ‘જય શ્રી રામ’નું કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું

આ દિવ્યાંગ યુવાને પોતાની આગવી ચિત્રકળાથી છેલ્લા 6 વર્ષોમાં 350થી વધુ પેઇન્ટિંગ બનાવ્યા છે

(જી.એન.એસ),તા.૨૧

અમદાવાદ, અયોધ્યા : 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને પગલે સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે. સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન માત્ર અયોધ્યા પરંતુ તમામ શહેર, નગર, અને ગામોમાં આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભવ્યાતિભવ્ય આયોજનો થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેર પણ રામમય બન્યુ છે. અમદાવાદના યુવાનો પણ રામલલ્લાના વધામણાંને આવકારવા થનગની રહ્યા છે. ઠેર-ઠેર યુવાનો દ્વારા અવનવા આયોજનો થઈ રહ્યા છે.

તેવામાં, અમદાવાદના આ દિવ્યાંગ યુવાનની અનોખી રામભક્તિ તમને પણ પ્રેરણા આપશે. 25 વર્ષીય જય મહેશભાઈ ગાંગડીયાએ પોતાની આગવી ચિત્રકળાથી ‘જય શ્રી રામ’ નું સુંદર કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ અવસરે જય ગાંગડીયાએ ‘જય શ્રી રામ’નો નારો આપી ભગવાન શ્રી રામ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડીયાને શ્રેષ્ઠ દિવ્યંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રોપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિવ્યાંગ પણ દિવ્ય : અમદાવાદના દિવ્યાંગ યુવાન ઓમ વ્યાસે આયોધ્યા ખાતે રામરક્ષા સ્ત્રોત કંઠસ્થ કરી સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું
Next articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાને 575.99 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી