Home ગુજરાત શરમજનક….. માવો ખાઇને જાહેરમાં થુંકતા ભાજપના ધારાસભ્યનો વિડિયો વાયરલ…

શરમજનક….. માવો ખાઇને જાહેરમાં થુંકતા ભાજપના ધારાસભ્યનો વિડિયો વાયરલ…

306
0
SHARE

(જી.એન.એસ.) ગાધીનગર તા. ૧

ગુજરાતમાં કોરોના મહામારીએ માઝા મૂકી છે.ગુજરાતમાં કોરોના મહામારી ના કેસોની સંખ્યા ૪૦૦૦ કરતાં વધુ થઈ ગઈ છેમહામારીને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારાઅનેકવિધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છેજેમાં ફરજિયાત માસ અને જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે.પરંતુ જ્યારે કાયદાના રક્ષકો નિયમનું ઉલ્લંઘન કરે ત્યારે કોને શું કહેવું? જાહેરમાંથૂંકવા પર પ્રતિબંધ છે અને દંડની જોગવાઈ કરવામાં આવી છેપરંતુ વાયરલ થયેલા એક વીડિયોમાં રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએક રાહત રસોડામાં જાહેરમાં થુંકી રહ્યા હોવાનું જણાય છે. તેઓ તેમના મોઢા માં રહેલા માવા રસોડામાં થકી રહ્યા હોવાનું જણાય છે. રાજકોટમાં માવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ભાજપના ધારાસભ્યએ ક્યાંથી પાન મસાલો ખાવો લઈ આવ્યા તે પણ એક સવાલ છે.આ રીતે જાહેરમાં નિયમનો ભંગ કરનારભાજપના ધારાસભ્ય ની સામેકાયદેસરના પગલાં ભરવામાં આવશે કે કેમ?

Print Friendly, PDF & Email