Home ગુજરાત વ્યાપક પૂછાતો પ્રશ્ન, પ્રમુખ તો ખરા , પણ C.M બદલાશે ?

વ્યાપક પૂછાતો પ્રશ્ન, પ્રમુખ તો ખરા , પણ C.M બદલાશે ?

356
0
SHARE

ભાજપમાં પુનઃરચનાના દોરમાં જિલ્લાના આગેવાનો મળે , કે ફોન કરે ત્યારે પ્રશ્ન એ અચૂક પૂછે છે કે શું લાગે છે ? C.M બદલાશે ? પ્રમુખ તો નવા આવશે જ પણ C.M નું શું ? આવો પ્રશ્ન જયારે વ્યાપક બને ત્યારે માનવું પડે કે ક્યાંક ડુંભાણુ મુકાયું છે. નહિ તો ધુમાડો ન થાય. તર્ક કરવામાં ભાજપના કાર્યકરો બહુ હોશિયાર છે. મુખ્યમંત્રી ઝડપથી નિર્ણયો કરે તો તેણે જુદી રીતે જુએ છે. એમાં પણ જયારે ટી.પી મંજુર થવા લાગે , મહેસુલી કાયદા સરળ થવા લાગે , મોટા પ્રોજેક્ટ ને લીલી ઝંડી મળે એટલે કાર્યકરો એવું માનવા લાગે છે કે હવે કોડિયામાં તેલ ઓછું થયું છે , દીપક બુજાવાની તૈયારીમાં છે. માટે વધુ પ્રકાશે છે. જો કે ભૂતકાળનો અનુભવ આવું માનવા પ્રેરે છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ટોલ ટેક્સ નાબુદી સહિતના મહત્વના નિર્ણયો લીધા અને ત્રણ દિવસ પછી રાજીનામું આપવું પડ્યું હતું. કાર્યકરો પ્રશ્ન કરે છે પણ તેનો ઉત્તર માત્ર ને માત્ર આપણા નરેન્દ્રભાઈ જ આપી શકે. અને જે નિર્ણય નરેન્દ્રભાઈ મોદી લેવાના હોય , તેમાં કોઈની તર્કબાજી ચાલતી નથી.

ભાજપના સંગઠનમાં મારા – તારા અને આપણા જેવો ઘાટ

ભાજપના સંગઠનની પુનઃરચનામાં જીલ્લા સમિતિઓની જાહેરાત ઘાંચમાં પડી છે. જીલ્લા અને પ્રદેશના ભાજપી મિત્રો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે વી.સતીષજી ની ગુજરાત મુલાકાત પછી સમીકરણો બદલાયા છે. એક મિત્રએ રમુજ કરતા કહ્યું કે જેમ કોઈ ઘરઘરણુ કરીને બીજી પત્ની આંગળીયાત છોકરાને લઈને આવે , પછી મારા – તારા અને આપણા નો વાદ – વિવાદ થાય એવું અમારા ભાજપમાં અત્યારે ચાલે છે. કોંગ્રેસમાંથી આવેલા આંગળીયાતોને સંગઠનમાં સ્થાન આપવા મહેનત કરે છે. ભાજપના સંગઠનના નેતાઓ અને સાંસદ – ધારાસભ્યો પોતાનાને ગોઠવવા માંગે છે. આ મારા – તારાનું ગોઠવાતું હતું , ત્યાં વી.સતીષજી આવ્યા. તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં સંઘના આગેવાનો સાથે બેઠક કરી નામોની ચર્ચા કરો. મારા – તારામાં આપણા રહી જવા નાં જોઈએ. આના કારણે સહુના પોતીપા મરી ગયા છે. ગોઠવણો કરી હતી , તે બધી હવે નક્કામી ગઈ છે. ચુંટણી – પેટા ચુંટણીના પરિણામો માં સ્પષ્ટ થયું છે કે પ્રજા પક્ષપલટુંઓને સ્વીકારતી નથી. જેથી સંગઠનમાં કોંગ્રેસી કલ્ચર ધરાવતા કાર્યકરોને મહત્વનું પદ આપી શકાય નહિ. મહત્વના પદ એટલે કે પ્રમુખ – મહામંત્રી માટે સંઘના સ્વયંસેવકની લાયકાત જરૂરી છે. આના કારણે સંગઠનની પુનઃરચનામાં વિલંબ થઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસ માને છે કે હજુ માર્ચ સુધીમાં ઘણા ધારાસભ્યોને ભાજપ ખરીદશે

કોંગ્રેસના એક નેતા સાથે મહારષ્ટ્રની રાજનીતિ અંગે ચર્ચા ચાલતી હતી. તેમણે કહ્યું કે ભળે અત્યારે શિવસેનાએ ભાજપ સથે છેડોફાડ્યો હોય , NCP – કોંગ્રેસે સત્તા માટે શિવસેના સાથે હાથ મિલાવ્યા હોય , પરંતુ ભાજપ આ બધું લાંબો સમય ચાલવા દેશે નહિ. શિવસેનામાં ઘણા ધારાસભ્યો ચુસ્ત હિન્દુત્વના કારણે જ રહ્યા છે. તેમને કોંગ્રેસ – NCP સાથે ફાવશે નહિ. તે રીતે કોંગ્રેસ – NCP નાં મુસ્લિમ સભ્યોને શિવસેના સાથે જામે નહિ. આ બધી માનસિકતા આખરે નારાજગીમાં પરિણમશે. છ – આઠ મહિનામાં નિવેદનો શરુ થશે અને પછી ભાજપ તેનો ફાયદો લેશે.
મિત્રને પૂછ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા દખી છે તો પણ વધુ સભ્યો ભાજપમાં જશે ? તો જવાબ મળ્યો , હા, મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં સત્તાની મધલાળ અને મોટી રકમની લાલચ ગમે તેટલાં સિધ્ધાંતનિષ્ઠ ને ડગમગાવી દે છે. તમે જો જો અપ્રિલ માસમાં રાજ્યસભાની ચુંટણી આવે છે. તે પહેલાં કોંગ્રેસનું એક મોટું ટોળું ભાજપમાં જશે. તકલીફ એ છે કે જયારે ધારાસભ્ય પોતાને થતા અન્યાય અંગે કોઈ સંગઠનના કોઈ નેતા સામે ફરિયાદ કરે છે , ત્યારે તેણે કોંગ્રેસ હાઈકમાન્ડ સાંભળતી નથી. અને તેના કારણે ઘણા સભ્યો ભાજપમાં ગયા છે. અનેક ઠોકરો પછી પણ અમે સુધાર્તાવાનું નામ લતા નથી. તાકાતવાન કાર્યકરોની અવગણના થાય છે , અને જે કશું જ કરતો નથી તેવાને પદ મળી જાય છે આના કારણે અસંતોષ ચરમસીમાએ પહોંચે છે. થોડા સમયમાંજ કોંગ્રેસમાં પણ સંગઠનમાં બદલાવ આવવાનો છે. પ્રદેશ પ્રમુખ યથાવત રહેશે અને બાકીનું માળખું બદલાઈ જશે. આ બદલાવ તમે જુના નામો સાથે સરખાવી જોજો , કશો જ ફરક નહિ હોય ચહેરાતો એના એજ રહેશે. મંત્રી ને ઉપપ્રમુખ બનાવશે અને ઉપપ્રમુખને મહામંત્રી. નવા કોઈને તક મળતી નથી. ભાજપમાં જનારાને કંઈ મોટા પદ મળી જતા નથી , પરંતુ પક્ષને સબક શીખવવા કાર્યકર પક્ષ છોડીદેતો હોય છે. ભાજપ સત્તામાં છે એટલે હોદ્દો ન હોય તો પણ નાના મોટા કામ કરાવી શકે અને ગાડું ચાલ્યા કરે.
સત્તા અને સંપતિ થી ધાર્યું કરી શકાય છે. એ ભાજપના શાસનમાં આપણે જોયું જ છે. કોંગ્રેસને આવી રાજનીતિ આવડી નહિ. અને હવે શીખવા ની તક પણ ભાજપ આપશે નહિ , સત્તા ક્યારે મળે અને ક્યારે અમે ભાજપને સબક શીખવીએ. બાકી અમે સુધરીશું નહિ . ભાજપ ભલે બધું જ કોંગ્રેસમાંથી ઉલેચી જાય. અમને હજુ એમજ છે કે સવાસો વર્ષ જૂની કોંગ્રસ એક સમુદ્ર છે તેમાંથી ભાજપ બે ચાર લોટા પાણી લઇ જાય તો શું ફરક પડશે ?
કોંગ્રેસના મિત્રએ પોતાની વ્યથા ઠાલવીને પોતાનું મન હળવું કર્યું અને છેલ્લે એમ કહ્યું પણ ખરૂં કે આ તો આપણા બે વચ્ચેની વાત છે લખવા માટે નથી કહેતો.

Print Friendly, PDF & Email