Home દુનિયા વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના સીઈઓ સાથે મોદીની કોન્ફરન્સ

વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના સીઈઓ સાથે મોદીની કોન્ફરન્સ

58
0
SHARE

આજે વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિષ્ણાંતો સાથે

(જી.એન.એસ) , તા.૧૯
નવી દિલ્હી
ભારત તેની તેલની ૮૫ ટકા માંગ અને કુદરતી ગેસની ૫૫ ટકા જરૂરિયાતોને પૂરી કરવા માટે આયાત પર ર્નિભર છે. ભારતનું ઘરેલું તેલનું ઉત્પાદન ઘટી રહ્યું છે, ગેસનું ઉત્પાદન વધ્યું છે. ભારતનું સ્થાનિક ઉર્જા ઉત્પાદન ઓછું રહ્યું છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે સારું નથી. ભારતનું ક્રૂડ ઓઇલ અને ઓઇલ અને ગેસનું ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં અનુક્રમે ૫.૨૨ ટકા અને ૮.૦૬ ટકા ઘટ્યું છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ૨૦ ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના સીઈઓ અને નિષ્ણાતો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ છઠ્ઠી વાર્ષિક બેઠક છે, જે ૨૦૧૬ માં શરૂ થઈ હતી. તેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ આ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રો અંગે વિચાર-વિમર્શ કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યી છે કે વડાપ્રધાન મોદી ૨૦ ઓક્ટોબરે સાંજે ૬ વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના ઝ્રઈર્ં તેમજ નિષ્ણાતો સાથે વાતચીત કરશે. આ વાતચીતની વ્યાપક થીમ સ્વચ્છ વૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાની છે. ઁસ્ર્ંના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન, ભારતમાં હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા, ઉર્જા ક્ષેત્રે આર્ત્મનિભરતા, ગેસ આધારિત અર્થતંત્ર, સ્વચ્છ અને ઉર્જા કાર્યક્ષમ ઉકેલો દ્વારા ઉત્સર્જનમાં ઘટાડો, ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્ર અને બાયોફ્યુઅલ ઉત્પાદન વધારવા જેવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે અગ્રણી બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો અને ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ઝ્રઈર્ં અને નિષ્ણાતો ચર્ચામાં ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહેશે. આ વાર્ષિક વાર્ષિક વાર્તાલાપ બેઠક છે, જે વર્ષ ૨૦૧૬ માં શરૂ થઇ હતી. તે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ ક્ષેત્રે અગ્રણી દેશોની ભાગીદારીને ચિહ્નિત કરે છે. આ અગ્રણી દેશો તેલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રોની શોધ કરે છે. કોવિડ-૧૯ મહામારી ફાટી નીકળ્યા પછી ગયા વર્ષે એપ્રિલમાં પ્રથમ લહેર દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ ઇન્ડિયન બાસ્કેટ માટે ઘટીને ૧૯.૯૦ ડોલર થઈ ગયા હતા. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા દર્શાવે છે કે ત્યારથી ભાવમાં વધારો થયો છે અને સપ્ટેમ્બરમાં ૭૩.૧૩ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે. ભારતે ૨૦૨૦-૨૧માં ક્રૂડ ઓઇલની આયાત પર ૬૨.૭૧ અબજ ડોલર, ૨૦૧૯-૨૦માં ૧૦૧.૪ અબજ ડોલર અને ૨૦૧૮-૧૯માં ૧૧૧.૯ અબજ ડોલર ખર્ચ્યા છે.

Print Friendly, PDF & Email