Home ગુજરાત વિશ્વ પ્રવાસી સામાજીક અને સાંસ્કૃત્તિક સંઘના પ્રદેશ પ્રમુખ પદે ઈલેવાન ઠાકર અને...

વિશ્વ પ્રવાસી સામાજીક અને સાંસ્કૃત્તિક સંઘના પ્રદેશ પ્રમુખ પદે ઈલેવાન ઠાકર અને ઉપપ્રમુખ પદે અનિરૂધ્ધસિંહ ઝાલાની નિમણૂંક

558
0
SHARE

(જી.એન.એસ.) ગાંધીનગર.તા.૪

વિશ્વ પ્રવાસી સામાજીક અને સાંસ્કૃત્તિક સંઘ જે વિશ્વ પ્રવાસી ધર્મ પરીષદ નો ભાગ છે. આ સંસ્થના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી. સંસ્થાના રાષ્ટ્રીય સંરક્ષક પ્રમુખ ડો. સત્યપ્રકાશ તિવારી અને ગુજરાતના સંરક્ષક ભુપતભાઈ પાઘડારે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે ગાંધીનગરના ઈલેવાન ઠાકરની નિમણુંક કરી હતી. આ સંસ્થા પુરા વિશ્વમાં હિન્દુ ધર્મની સમાજીક વ્યવસ્થા અને સંસ્કૃત્તિને ઉજાગર કરવાનું કાર્ય કરે છે. ભારતના દરેક રાજ્યમાં સંઘના અસંખ્ય કાર્યકરો છે અને ભારતની બહાર લંડન, કેનેડા, યુ.એસ., ઓસ્ટ્રેલીયા, યુ.એ.ઈ., વિએતનામ જેવા અનેક દેશોમાં સંઘ સામાજીક અને સાંસ્કૃત્તિક અભિયાનને આગળ વધાવી રહ્યું છે.

ગુજરાત રાજ્યમાં આ સંઘના પ્રમુખ તરીકે ઈલેવાન ઠાકરની નિમણુંક થતાં તેઓએ ગઈકાલે ગુજરાતનું પ્રદેશ માળખું ઉભુ કરી સમાજમાં સંઘના કાર્યોને આગળ વધારવા અને પ્રજા લક્ષી કાર્યો કરવા હોદ્દેદારોનું ગઠન કરેલ. જેમાં ગાંધીનગરના કેતનભાઈ જોષીને સંગઠન મહામંત્રી, ભાવનાબેન પાઠકને પ્રદેશ મહિલા પ્રમુખ, સાબરકાંઠાના મહંત સુનીલદાસજી, દાહોદના મનસાર્કિકર રે (કિન્કર ત્રિવેદી), વરીષ્ટ પત્રકાર અનુભા ઝાલા, ગાંધીનગરના કનૈયાલાલ પટેલ અને સુરત-કામરેજના વંદનાબેન તોમર ને પ્રદેશના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે અમદાવાદના પ્રવિણભાઈ ભટ્ટને પ્રદેશ પ્રવક્તા, મહેસાણાના હરીભાઈ પ્રજાપતિને પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ હતી. પ્રદેશની મહિલા પાંખમાં વિજુબેન આયરને મહિલા ઉપપ્રમુખ, ભારતીબેન ભટ્ટને મહિલા મહામંત્રી અને યુવા પાંખના મહામંત્રી તરકે હાર્દિક પટેલની નિમણુંક આપવામાં આવી હતી.

દરેક હોદ્દેદારોને ફેબ્રુઆરના પ્રથમ સપ્તાહમાં પોતપોતાની સંગઠન અંગેની જવાબદારી પુર્ણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીના અંતમાં અયોધ્યા ખાતે નિર્માણ થનાર રામ મંદિર અંગેની વિશ્વ હિંદુ પરીષદની મહત્વની બેઠકમાં સંઘના દરેક પ્રદેશમાંથી હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવેલ હોવાથી ફેબ્રુઆરી ના પ્રથમ સપ્તાહ સુધીમાં પુરા ગુજરાતનું માળખુ તૈયાર કરવાની જવાબદારી પ્રદેશ પ્રમુખ ઈલેવાન ઠાકર દ્વારા દરેક હોદ્દેદારોને આપવામાં આવી હતી.

Print Friendly, PDF & Email