Home વ્યાપાર જગત વિલંબિત વરસાદ અને ડેરિવેટિવ્ઝમાં જૂન વલણના અંત પૂર્વે અફડાતફડી બાદ સાવચેતી યથાવત્…!!

વિલંબિત વરસાદ અને ડેરિવેટિવ્ઝમાં જૂન વલણના અંત પૂર્વે અફડાતફડી બાદ સાવચેતી યથાવત્…!!

SHARE
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૧૭૭.૪૫ સામે ૫૨૬૨૩.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૬૧૨.૬૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૨.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૦૨૬.૯૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૪૭.૭૦ સામે ૧૫૭૦૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૭૮.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૪.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૬૫.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક ફુગાવા – મોઘવારીના દબાણને હળવું કરવા વિશ્વના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા કરાયેલા વ્યાજ દરોમાં વધારાના કારણે ધિરાણ મોંઘુ બનતા નાણા પ્રવાહિતાની ખેંચ દેખાવા લાગતાં ઉદ્યોગો, અર્થતંત્ર પર મોટી મંદીમાં આવી જવાના એંધાણ વચ્ચે આજે ફરી વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં બે દિવસની તેજીને આજે બ્રેક લાગી ફંડો, મહારથીઓએ ફરી ઓફલોડિંગ કરતાં બીએસઇ સેન્સેક્સ અફડાતફડીના અંતે ૧૫૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૮૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

ધિરાણ મોંઘુ બનતાં કન્ઝયુમર ડયુરેબલ્સની માંગ પર માઠી અસરના અંદાજોએ શેરોમાં ફરી ઘટાડા સાથે મંદીના ફફડાટમાં બેંકિંગ – ફાઈનાન્સ, આઇટી અને ટેક શેરોમાં ફંડોએ હેમરીંગ કર્યું હતું. આ સાથે એફએમસીજી, ટેલિકોમ અને સીડીજીએસ શેરોમાં વેચવાલી થઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૦૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૫.૧૮ લાખ કરોડ નોંધાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૧ અને વધનારની સંખ્યા ૧૫૨૧ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અનિશ્ચિતતાના દોર કાયમ રહીને એક તરફ વૈશ્વિક ફુગાવા – મોંઘવારીના સંકટ અને ઊંચા વ્યાજ દરની સ્થિતિ અને બીજી તરફ ક્રુડ ઓઈલના ભાવમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાના સંકેત છતાં પરિસ્થિતિ હજુ અનિશ્ચિત બની રહી છે. જેના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ અસ્થિરતાનો દોર કાયમ રહીને બે તરફી મોટી ઉથલપાથલ જોવાઈ રહી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય બજારમાં સતત મોટાપાયે વેચવાલ બન્યા છે. લોકલ ફંડોની ખરીદીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.

કોર્પોરેટ પરિણામોમાં કંપનીઓ કાચામાલના વધતાં ખર્ચનો બોજ પરિણામો પર અસર કરનારો હોવાની ચિંતા વ્યક્ત કરવા લાગી છે પરંતુ ચાઈના કોરોનાકાળમાંથી બહાર આવીને આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ ફરી વધવા લાગતાં સપ્લાય ચેઈનની પરિસ્થિતિ સુધરવાની અપેક્ષા અને ફુગાવાની સ્થિતિ હળવી થવાની અને રાહત થવાની અપેક્ષાએ ભારતીય શેરબજાર ઘટયામથાળે ઝડપી વધી આવ્યા છે. ત્યારે હવે ચોમાસાનું દેશમાં આગમન થઈ ગયું હોઈ આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ અને ક્રુડના ભાવની સ્થિતિ પર નજર રહેશે, ઉપરાંત અનિશ્ચિતતાના સમયમાં બજારમાં ભારે વધઘટની શકયતા હજુ યથાવત રહેતા દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.

Print Friendly, PDF & Email