Home દુનિયા - WORLD વિદેશની ધરતી પર ગુજરાતના યોગી પટેલે USમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું

વિદેશની ધરતી પર ગુજરાતના યોગી પટેલે USમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું

44
0

(જી.એન.એસ),તા.૩૧

વોશિંગ્ટન,

અમેરિકામાં આગામી નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યોગી પટેલે અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેઓએ વિકાસ માટે પોતે આખો મેપ જણાવ્યો હતો. જેમાં વિવિધ વર્ગો અને પાંસાઓને ધ્યાનમાં લીધા હતા. 40 વર્ષોમાં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ (NEPA)ને આધુનિક બનાવ્યું. એકવાર સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા પછી, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવેલી 20 મોટી ડિરેગ્યુલેટરી ક્રિયાઓથી અમેરિકન ગ્રાહકો અને વ્યવસાયોને દર વર્ષે 220 ડોલર બિલિયનથી વધુની બચત થવાની અપેક્ષા છે. ડિરેગ્યુલેટરી કાયદાના 16 ટુકડાઓ પર હસ્તાક્ષર કર્યા જેના પરિણામે વાર્ષિક વાસ્તવિક આવકમાં 40 બિલિયન ડોલરનો વધારો થશે.

અમેરિકાના લોસએન્જલસ ખાતે છેલ્લા 20 વર્ષથી રહેતા યોગી પટેલ મૂળ સુરતના છે અને કેમિકલ એન્જિયર પણ તેઓ વિદેશમાં રહીને જ ભણીને બન્યા છે. રિઅલ એસ્ટેટથી માંડીને હોટેલ એન્ડ મોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે પોતાનું નામ કમાયુ છે. તો કોમર્શિયલ બિલ્ડીંગ એક્ટિવીટીમાં પણ તેમનું નામ મોટુ માનવામાં આવે છે. હાલમાં જ તેમને આર્ટેસિયા ખાતેથી કાઉન્સીલમેન તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. એમ તો યોગી પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે. વિદેશમાં પણ રાજકીય રીતે અગ્રેસર હોવાનું ગર્વ યોગી પટેલ અનુભવી રહ્યા છે. તે છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ પાર્ટીમાં લેવાયા બાદ તેમની પર આ વર્ષ માટે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે.

યોગી પટેલે જણાવ્યું હતું કે, અગાઉના વહીવટીતંત્રની પુનઃપ્રાપ્તિ કરતા 23 ગણી ઝડપથી નોકરીઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. અમેરિકાએ 7 મિલિયન નવી નોકરીઓ મેળવી – સરકારી નિષ્ણાતોના અંદાજો કરતાં ત્રણ ગણા કરતાં વધુ. મધ્યમ-વર્ગની કૌટુંબિક આવક લગભગ 6,000 વધી છે. અગાઉના સમગ્ર વહીવટ દરમિયાનના લાભો કરતાં પાંચ ગણા કરતાં વધુ. બેરોજગારીનો દર 3.5 ટકા પર પહોંચ્યો છે. જે અડધી સદીમાં સૌથી નીચો છે. પહેલા કરતાં વધુ અમેરિકનોએ રોજગારી નોંધાવી છે. લગભગ 160 મિલિયન.જોબલેસ ક્લેમ લગભગ 50 વર્ષની નીચી સપાટીએ છે. અમેરિકન કામદારો અને તેઓના ફેમિલીના પરવડે એવું અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ચાઈલ્ડ કેર એડવાન્સ એપ્રેન્ટિસશિપ કરિયર જેમાંથી સારા પૈસા રળી શકાય.આ ઉપરાંત વીમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ અને પ્રોસ્પેરિટી જેવા કાર્યક્રમ લોંચ કરાશે.

સરકાર મહિલાઓને બેઠી કરવા મહિલા આધારિત કાર્યક્રમ કરાશે. જે આખી દુનિયામાં 24 મિલિયન જેટલું થયું છે. આશરે 3.4 ટ્રિલિયન ડોલર મોટામાં મોટું નાણાકીય આર્થિક પેકેજ આપીને અમેરિકાના અર્થતંત્રને બચાવી લેવાયું હતું. પશ્ચિમ ગોળાર્થમાં માનવીય સંકટોમાંથી ઉગારવામાં આવ્યું હતું. સ્મગલિંગ, કબૂતરબાજી અને આતંકવાદીઓને પરાસ્ત કરીને તેઓના આકાઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઝાદીના 75માં વર્ષ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટીના સેનેટર કિમ યાંગ દ્વારા તેમને સન્માનિત કરાયા હતા તો સાઉથ ઈન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ મેળવ્યો, સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં 3 મિલિયન ડોલરનું ડોનેશન ભેગુ કરી આપવાને લઈ એજ્યુકેશન ક્ષેત્ર માટે સન્માન કરવામાં આવ્યું તો લોસ એન્જલસ કાઉન્ટીમાં ભારતીયોની પડખે રહીને તેમના માટે મદદરૂપ બની રહેનારા યોગી પટેલને 7 જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચુક્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કામની ભૌતિક પ્રગતિ 82% છે અને કુલ 1136 કિલોમીટર લંબાઈનું નિર્માણ કાર્ય પૂર્ણ
Next articleઉજ્જૈનમાં એક સાથે 1500 ડમરુનો નાદ સંભાળશે, નજારો ક્યારે જોવા મળશે?