Home દેશ - NATIONAL વિજય માલ્યાની લીકર કંપની ભારતમાં કમાઈ રહી છે કરોડોનો નફો

વિજય માલ્યાની લીકર કંપની ભારતમાં કમાઈ રહી છે કરોડોનો નફો

41
0

(જી.એન.એસ),તા.૨૪

બેંક લોન કૌભાંડ આચરી દેશ છોડીને ભાગી ગયેલા લિકર બિઝનેસમેન વિજય માલ્યાએ હવે લંડનમાં આશરો લીધો છે. ભારત સરકાર ત્યાં તેની સામે પ્રત્યાર્પણનો કેસ પણ લડી રહી છે જેનો નિર્ણય ટૂંક સમયમાં આવવાની આશા છે. દરમિયાન વિજય માલ્યાએ ઉભી કરેલી લિકર કંપની ભારતમાં જબરદસ્ત બિઝનેસ કરી રહી છે. નવી માલિક હેઠળ કંપની ભારે નફો કમાઈ રહી છે. વિજય માલ્યાએ લિકર કંપની યુનાઈટેડ સ્પિરિટ્સની સ્થાપના કરી હતી. જોકે, હવે વિશ્વની સૌથી મોટી લિકર કંપનીઓમાંની એક ડિયાજિયોને આ કંપની વેચી દેવામાં આવી છે. આ કંપની ભારતમાં McDowells, Black Dog, Signature, Bagpiper, Antiquity, Johnni Walker અને Royal Challenge જેવી બ્રાન્ડનો લિકર વેચે છે.  

ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં યુનાઈટેડ સ્પિરિટ્સનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 63.5 ટકા વધીને રૂ. 350.2 કરોડ થયો છે. જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં કંપનીનો નફો 214.2 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની ઓપરેશનલ આવક 5.32 ટકા વધીને રૂ. 6,962 કરોડ થઈ છે. જ્યારે 2022-23ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તે રૂ. 6,609.80 કરોડ હતો. લોકો હવે પ્રીમિયમ લિકર ખરીદી રહ્યા છે. યુનાઈટેડ સ્પિરિટ્સનું કહેવું છે કે હવે લોકોમાં પ્રીમિયમ કેટેગરીના દારૂની માંગ વધી છે. આવી સ્થિતિમાં આ કેટેગરી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઉપભોક્તા માંગમાં વધારાને કારણે માત્ર તેના વેચાણમાં વધારો થયો નથી પરંતુ કંપનીના નફામાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ખર્ચમાં પણ વધારો થયો છે. તે 3.6 ટકા વધીને રૂ. 6,554.7 કરોડ થયો છે. જ્યારે કંપનીની કુલ આવક 5.77 ટકા વધીને રૂ. 7,014.1 કરોડ થઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારની લાલ નિશાન નીચે શરૂઆત બાદ તેજી
Next article‘બિગ બોસ 17’ના ઘરમાંથી વિક્કી જૈન બહાર થયા બાદ શોને ટોપ 5 સ્પર્ધકો મળી ગયા