Home ગુજરાત વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે વિદાય નિશ્ચિત…?,આઇ.કે.જાડેજાને સોંપાશે કમાન…??

વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે વિદાય નિશ્ચિત…?,આઇ.કે.જાડેજાને સોંપાશે કમાન…??

182
0
SHARE

(જી.એન.એસ.રવિન્દ્ર ભદૌરિયા),તા.૦૭
ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વને લઈ નવેમ્બર મહિના સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરશે.પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રદેશ પ્રમુખ બનાવાની અટકળો તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે પ્રદેશ પ્રમુખની ખુરશી માટે તમામ ચર્ચા કરી હતી. જ્યારે અમિત શાહની નજરોમાં સારા નેતા બનવા માટે તેમની આજુ બાજુમાં ઘણા ભાજપના નેતા જોવા મળ્યા હતા. પરંતુ પ્રદેશ પ્રમુખને લઈ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વાત કરીએ તો ગુજરાતના ઉપ પ્રદેશ પ્રમુખ આઈ. કે. જાડેજાની જે ઘણાં સમયથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે. ત્યારે હવે એવુ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમના માટે પ્રદેશ પ્રમુખ માટે વિચારી રહી હોય તેવું લાગી રહ્યું છે. આઈ. કે. જાડેજા ભાજપના વરિષ્ટ નેતા તરીકે ઓળખાય છે. જેથી હવે જો પ્રદેશ પ્રમુખની ચર્ચામાં તેમના નામની ગુંજ પ્રથમ હરોળમાં હોય તેવી લાગી રહ્યું છે.અને આ વખતના પ્રદેશ પ્રમુખ બને તેવી ચર્ચા હાલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં થી જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતીમાં આઈ. કે. જાડેજા અત્યારે ઉપ પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. જેથી ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં નવા પ્રદેશ પ્રમુખ બનાવે તેવી સંભાવના સેવાઇ રહી છે.
બે દિવસીય પ્રવાશે આવેલા અમિત શાહે પ્રદેશ પ્રમુખની ચર્ચામાં મનસુખ માંડવીયા, રજની પટેલ, ગોરધન ઝડફિયા સાથે અન્ય નવા ચહેરાઓ ભાજપના પ્રદેશ પ્રમુખની લિસ્ટમાં છે. તો ખરેખર શું નવા ચહેરાઓ આ જવાબદારી નિભાવી શકશે ખરા…? કે પછી હવે એક એવા નેતા જેને તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીમાં નિભાવી છે, અને હાલ ઉપ પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જીતુ વાઘાણી પછી હવે 14માં પ્રદેશ પ્રમુખ તરીકે આઈ. કે.જાડેજા જવાબદારી સોંપવાની વાત સૂત્રોએ સચિવલયથી વહેતી થઈ રહી છે.
વિધાનસભામાં 2107માં ટિકિટ કાપવાના સમાચારો સાથે આઈ. કે. જાડેજાના સમર્થકોમાં રોશની લાગણી જોવા મળી હતી ત્યારે આઈ. કે જાડેજાએ ભારતીય જનતા પાર્ટીમાં રહીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આઈ કે જાડેજા વિપક્ષને જવાબ આપવામાં પણ પાછળ રહેતા નથી. સમય પ્રમાણે પ્રદેશ પમુખના દાવેદાર છે. પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી પણ આવી રહી છે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીને હવે ગુજરાતના ગૃહ મંત્રી તરીકે શપથ લેવી છે જેથી ભાજપને હવે નવા પ્રદેશ પ્રમુખનો ચેહરો શોધવો પડશે. હાલ ગુજરાતમાં 7 સીટો માટે પેટા ચૂંટણી આવવાની છે. જેમાં ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયેલ કોંગ્રેસના નેતાઓને પણ ટિકિટ આપી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી સમયમાં ભાજપ ગુજરાતમાં તૈયારી કરશે.

Print Friendly, PDF & Email