Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ને સંબોધિત કરી

વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ને સંબોધિત કરી

35
0

(જી.એન.એસ),તા.૨૦

નવીદિલ્હી,

દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’નું આયોજન થઈ રહ્યું છે. જેમાં 20 દેશના કારોબારી પણ સામેલ છે. આ મહાકુંભના ત્રીજા દિવસે વડાપ્રધાન મોદીના ભાષણને સાંભળીને દુનિયાના હાજર રહેલા 20 દેશના પ્રતિનિધિ પણ સ્તબ્ધ થઈ ગયા. વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે 1.25 લાખથી વધારે સ્ટાર્ટઅપ અને 110 યૂનિકોર્નની સાથે ભારત દુનિયાની ત્રીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ તરીકે ઉભર્યુ છે અને યોગ્ય નિર્ણયોની સાથે એક વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ તૈયાર કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ અહીં ‘સ્ટાર્ટઅપ મહાકુંભ’ને સંબોધિત કરતા કહ્યું કે ભારતનું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ હવે માત્ર મેટ્રો શહેરો સુધી સીમિત નથી. હવે તે એક સામાજિક સંસ્કૃતિ બની ચૂકી છે. આ અવસરે વડાપ્રધાન મોદીએ વાયદો કર્યો કે તે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનાવશે. તેમને કહ્યું કે સ્ટાર્ટઅપ ભારતની પ્રગતિમાં મોટી ભૂમિકા નિભાવશે. તેમને કહ્યું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલે ઈનોવેટિવ આઈડિયાઝ અને એન્ટરપ્રિન્યોર્સ અને એન્ટરપ્રાઈઝને ફંડિંગ સાથે જોડવાનું પ્લેટફોર્મ આપ્યું છે.

વડાપ્રધાન મોદીએ લોકોની બદલાતી માનસિકતા પર પ્રકાશ પાડતા કહ્યું કે ભારતના યુવાઓએ નોકરીની શોધ કરવાની જગ્યાએ નોકરી આપનાર બનવાનો રસ્તો પસંદ કર્યો છે. તેમને કહ્યું કે 45 ટકાથી વધારે ભારતીય સ્ટાર્ટઅપની કમાન મહિલાઓની પાસે છે. વડાપ્રધાને કહ્યું કે ભારતે ટેક્નોલોજીનું લોકશાહીકરણ કર્યું છે, તેથી આ ક્ષેત્રમાં સાધન પાસે ન હોવાનો સિદ્ધાંત કામ કરી શકે નહીં. મોદીએ કહ્યું કે વચગાળાના બજેટમાં સંશોધન અને નવીનતા માટે જાહેર કરાયેલ રૂ. 1 લાખ કરોડના ભંડોળથી ઉભરતા ક્ષેત્રોને મદદ મળશે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં 2 હજારથી વધારે સ્ટાર્ટઅપ, 1 હજારથી વધારે રોકાણકાર, 300 ઈનક્યૂબેટર, 3 હજાર સંમેલન પ્રતિનિધિ, 20થી વધારે દેશના પ્રતિનિધિ, ભારતીય રાજ્યોના ભાવી બિઝનેસમેન, 50થી વધારે યૂનિકોર્ન અને 50 હજારથી વધારે વધુ બિઝનેસમેન સામેલ હોવાના સમાચાર છે. આ આયોજન અગાઉના કોઈપણ આયોજન કરતાં 100 ગણું મોટું હોવાનું કહેવાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં સ્થાયી થવાનો કોઈ અધિકાર નથી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું
Next articleબદાયૂં ડબલ મર્ડર કેસ : મુખ્ય આરોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો