Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માને ફોન કરીને શુભેચ્છાઓ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી

80
0

(જી.એન.એસ),તા.૩૦

નવીદિલ્હી,

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ T20 વિશ્વ વિજેતા થઈ છે. ભારતીય ટીમે 17 વર્ષ બાદ T20 વિશ્વકપમાં જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાના હાથોમાં વિશ્વકપ ટ્રોફી જોવાની પળ લાંબી રાહ જોયા બાદ મળી છે. દેશભરમાં દિવાળી જેવો જશ્ન મનાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માને ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ અંગે પણ PM મોદીએ વાત કરી હતી. ટીમ ઈન્ડિયાના સુકાનીને દેશ અને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ભારતીય ક્રિકેટ ચાહકો પણ પોત પોતાના અંદાજ મુજબ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. PM મોદીએ ભારતીય ટીમના ચેમ્પિયન બન્યા બાદ મોડી રાત્રે સુકાની રોહિત શર્માને ફોન લગાવ્યો હતો. ભારતીય ટીમ વિશ્વ ચેમ્પિયન બનવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી. ફોન કરીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ફોન પર વાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. PM મોદીએ સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટનશીપને લઈ અભિનંદન આપ્યા હતા. રોહિત શર્માની T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરિયરને લઈને સરાહના કરી હતી. કેપ્ટન રોહિતે T20i માંથી નિવૃત્તિ જાહેર કરી છે અને જેને લઈ તેના કરિયરને લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં શાનદાર ઈનીંગ રમી હતી. કોહલી સહિત ભારતીય ટીમના ખેલાડીઓના યોગદાનની વડાપ્રધાને સરાહના કરી હતી. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે મુશ્કેલ સમયે કરેલ કરકસર ભરેલી બોલિંગને લઈને પણ વાત કરી હતી અને તેમની સરાહના કરી હતી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર ડેવિડ મિલરનો કેચ હાર્દિક પંડ્યાની ઓવરમાં જબરદસ્ત કેચ કર્યો હતો. જે મુશ્કેલ કેચને ઝડપવાને લઈને પણ વાત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતુ. એક સમયે ભારતીય ટીમની શરુઆત મુશ્કેલ બની ગઈ હતી અને 34 રનમાં જ પાંચમી ઓવરમાં ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં વિરાટ કોહલી અને અક્ષર પટેલની રમતે ઈનીંગને સંભાળી હતી. વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન નોંધાવ્યા હતા. જ્યારે અક્ષર પટેલે 31 બોલમાં 47 રન નોંધાવ્યા હતા. આમ 20 ઓવરના અંતે ભારતે 7 વિકેટ ગુમાવીને 176 રન નોંધાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની બેટિંગ ઈનીંગ 169 રનનો સ્કોર બનીને 8 વિકેટના નુક્સાને નિર્ધારીત ઓવર પર સમાપ્ત થઈ ગઈ હતી. આમ ભારતીય ટીમે 7 રનથી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી. હાર્દિંક પંડ્યાએ 3 વિકેટ, જ્યારે બુમરાહ અને અર્શદીપે 2-2 વિકેટ ઝડપી હતી. ડેથ ઓવર્સમાં ભારતીય બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ ‘મન કી બાત’; એપિસોડ ૧૧૧
Next articleપ્રધાનમંત્રીશ્રી મોદીએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુનાં જીવન અને સફર પરનાં ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું