Home દેશ - NATIONAL વચગાળાનું બજેટમાં કરવેરા સંબંધિત કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી

વચગાળાનું બજેટમાં કરવેરા સંબંધિત કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી

35
0

નાણામંત્રીએ વર્ષોથી પેન્ડિંગ બાકી પ્રત્યક્ષ કરની માંગણીઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો

(જી.એન.એસ),તા.૦૧

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે સરકારનું વિઝન સબકા સાથ, સબકા વિશ્વાસ છે અને સરકાર તે મુજબ કામ કરી રહી છે. નાણામંત્રી તરીકે સીતારમણનું આ છઠ્ઠું બજેટ છે. નાણામંત્રીએ કહ્યું કે સરકારે સામાજિક કલ્યાણ માટે વ્યાપક, સર્વગ્રાહી અને સર્વ સમાવેશી નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે અને ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદને નાબૂદ કર્યો છે. તેમણે કહ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ જન ધન ખાતા દ્વારા 34 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આના પરિણામે 2.7 લાખ કરોડ રૂપિયાની બચત થઈ, જેના કારણે કલ્યાણકારી યોજનાઓ માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું. નાણામંત્રીએ કહ્યું કે કોવિડ રોગચાળા છતાં, પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ત્રણ કરોડ મકાનો આપવામાં આવ્યા છે, પરિવારોને બે કરોડ નવા મકાનો પણ આપવામાં આવશે.  

આ સિવાય કરવેરા સંબંધિત કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. આ હોવા છતાં એક કરોડ લોકોને કર લાભો મળશે કારણ કે નાણામંત્રીએ વર્ષોથી પેન્ડિંગ બાકી પ્રત્યક્ષ કરની માંગણીઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. 1962 જેટલા જૂના ટેક્સને લગતા વિવાદિત કેસ ચાલી રહ્યા છે. આ સાથે વર્ષ 2009-10 સુધી પેન્ડિંગ ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડ સંબંધિત રૂ. 25 હજાર સુધીના વિવાદિત કેસો પાછા ખેંચવામાં આવશે. આ રીતે 2010-11 થી 2014-15 વચ્ચે પેન્ડિંગ ડાયરેક્ટ ટેક્સ ડિમાન્ડ સંબંધિત રૂ. 10,000 સુધીના કેસો પાછા ખેંચવામાં આવશે. ઓછામાં ઓછા એક કરોડ કરદાતાઓને આનો ફાયદો થશે. પ્રત્યક્ષ અને પરોક્ષ કર તેમજ ઈમ્પોર્ટ ડ્યૂટી માટે સમાન દરો યથાવત રાખવામાં આવ્યા છે. સ્ટાર્ટઅપ અને સોવરેન હેલ્થ અને પેન્શન ફંડમાં રોકાણ કરનારાઓને કર લાભો આપવામાં આવશે.  

નાણાપ્રધાને બજેટ ભાષણ દરમિયાન કરદાતાની સેવાઓમાં સુધારો કરવા માટે સરકારના વિઝનના ભાગરૂપે જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું, “મોટી સંખ્યામાં નાની, અવ્યવસ્થિત અથવા વિવાદિત પ્રત્યક્ષ કરની માગણીઓ હિસાબના ચોપડામાં પેન્ડિંગ છે. આમાંની ઘણી માગણીઓ 1962ની છે. આના કારણે પ્રમાણિક કરદાતાઓ, આના કારણે કરદાતાઓને અસુવિધા થાય છે અને તે પછીના વર્ષોમાં રિફંડ જાહેર કરવાની પ્રક્રિયામાં પણ અવરોધ ઊભો કરે છે. હું નાણાકીય વર્ષ 2009-10 સુધીના સમયગાળાને લગતા 25,000 રૂપિયા સુધી તથા વર્ષ 2010-11 થી વર્ષ 2014-15 સુધીના 10,000 રૂપિયા સુધીની આવી બાકી પ્રત્યક્ષ કર માંગણીઓ પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂકું છું. લગભગ એક કરોડ કરદાતાઓને આનો લાભ મળવાની અપેક્ષા છે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવચગાળાના બજેટમાં પવન ઉર્જા માટે મોટી જાહેરાત કરી
Next articleશ્રી કૃષ્ણ જન્મભૂમિના પક્ષકારને પત્ર અને 3 ગોળીઓ મોકલીને અપાઈ ધમકી