Home અન્ય રાજ્ય લોકસભા ચૂંટણી 2024: સાતમાં અને અંતિમ તબક્કામાં 58.28% થી વધુનું મતદાન થયું

લોકસભા ચૂંટણી 2024: સાતમાં અને અંતિમ તબક્કામાં 58.28% થી વધુનું મતદાન થયું

30
0

(જી.એન.એસ) તા. 1

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. શનિવારે 57 લોકસભા સીટો પર સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થયું હતું . મતદાનને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. લોકસભાની તમામ 543 બેઠકો માટેના ચૂંટણી પરિણામો 4 જૂન, મંગળવારે જાહેર કરવામાં આવશે. 5.30 વાગ્યા સુધી 58.15% મતદાન થયું હતું.

નીચે આપેલ આંકળા સમાચાર લખાય છે ત્યારના છે:-

બિહાર 48.86 ટકા

ચંદીગઢ 62.80 ટકા

હિમાચલ પ્રદેશ 66.56 ટકા

ઝારખંડ 67.95 ટકા

ઓડિશા 62.46 ટકા

પંજાબ 55.20 ટકા

ઉત્તર પ્રદેશ 54.00 ટકા

પશ્ચિમ બંગાળ 69.89 ટકા

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન થયું હતું જેમાં અનેક હાઈપ્રોફાઈલ નેતાઓનું ભાવિ દાવ પર છહતું. જોવા જઈએ તો હમીરપુરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, પાટલીપુત્રથી લાલુ પ્રસાદની પુત્રી મીસા ભારતી અને હિમાચલ પ્રદેશની મંડી સીટથી અભિનેત્રી કંગના રનૌતનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ 57 બેઠકો માટે 904 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં વારાણસી સીટનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. પીએમ મોદી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય સાથે થશે. અજય રાયે 2014 અને 2019માં પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી પણ લડી છે. બંને વખત અજય રાય ત્રીજા સ્થાને હતા.

વારાણસીમાં બીએસપી તરફથી અથર જમાલ લારી, યુગ તુલસી પાર્ટીના કોલિસેટ્ટી શિવ કુમાર, અપના દળ (કમેરવાડી)ના ગગન પ્રકાશ યાદવ પીએમ મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર તિવારી પણ મેદાનમાં છે.

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઇમાં ભીડે ઈવીએમ અને વીવીપેટ મશીનને તળાવમાં ફેંકી દીધું હતું. માહિતી અનુસાર મતદારોને ટીએમસી સમર્થકોએ ધમકી આપી હતી, પરિણામે લોકો ગુસ્સે ભરાયા હતા અને ઈવીએમને ઉપાડીને તળાવમાં ફેંકી દીધું હતું. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશ્નરે આ મામલે પુષ્ટિ કરી છે. સેક્શન ઓફિસર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં મત આપ્યો હતો અને તેમણે મતદાન કરવાની નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, બંધારણે આપેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ હિમાચલ પ્રદેશ ના બિલાસપુરમાં મતદાન પહેલા મંદિરમાં પૂજા કરી ત્યારબાદ તેમની પત્ની મલ્લિકા નડ્ડા સાથે મતદાન કર્યું હતું.  

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા થી મતદાન કર્યું હતું.

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીએ કલકત્તામાં મતદાન કર્યું હતું અને કહ્યું, હું ભાજપ નેતા છું અને મેં મારૂ કર્તવ્ય પૂર્ણ કર્યુ છે.

ઉત્તર પ્રદેશમાં ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રવિ કિશને પત્ની પ્રીતિ કિશન સાથે મતદાન કર્યું હતું.

અભિનેત્રી સમાયરા સંધુએ ચંદીગઢમાં મતદાન કર્યું હતું.

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ ચંદીગઢમાં મતદાન કર્યુ હતું અને ચંદીગઢમાં વધુ મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ભાજપ સાંસદ કિરન ખેરે ચંદીગઢમાં મતદાન કર્યું હતું.

પૂર્વ ક્રિકેટર અને આપ રાજ્યસભા સાંસદ હરભજન સિંહે જલંધરમાં મતદાન કર્યું છે. તેમજ મતદારોને વોટ કરવા આગળ આવવા અપીલ કરી હતી.

આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવે બિહારની રાજધાની પટનામાં મતદાન કર્યુ હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર લોકસભા બેઠક પરથી મતદાન કર્યું હતું.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુએ મતદાન કર્યુ હતું.

હિમાચલ પ્રદેશમાં વિરોધ પક્ષના નેતા અને ભાજપ ઉમેદવાર જયરામ ઠાકુરે મંડીમાં મતદાન કર્યું હતું.

હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહે મતદાન કર્યુ છે. તેમણે કહ્યું કે, આપણે મંડીના વિકાસ માટે કામ કરવાનું છે. આશા રાખું છું, મંડીના લોકો આશીર્વાદ આપશે.

હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપ ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યુ હતું અને મતદારોને મત આપવાની અપીલ કરી, લોકશાહીના તહેવારમાં સૌ ભાગ લે તેવી અપીલ કરી હતી.

હમીરપુરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર અનુરાગ ઠાકુરે પત્ની સાથે મતદાન કેન્દ્ર પહોંચી મત આપ્યો હતો.

ભાજપ સાંસદ અને ઉમેદવાર રવિ શંકર પ્રસાદે પટનામાં મતદાન કરી જણાવ્યું કે, મેં વિકસિત ભારત માટે મતદાન કર્યું છે, સૌ મતદાદરોને મતદાન કરવાની અપીલ કરી હતી.

બિહારમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પત્ની રાબડી દેવી અને પુત્રી રોહિણી આચાર્ય (સારણ લોકસભા બેઠકના ઉમેદવાર)એ પટનામાં મતદાન કર્યું હતું.

પંજાબના મુખ્યમંત્રી અને આપના ઉમેદવાર ભગવંત માન પત્ની ગુરપ્રીત કૌર સાથે પંજાબની સંગરૂર લોકસભા બેઠક પરથી મતદાન કર્યુ હતું.

આપ નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબના આનંદપુર સાહિબ લોકસભા બેઠક પર મતદાન કર્યુ હતું.

છેલ્લા તબક્કામાં આ લોકસભા સીટો પર મતદાન યોજાયું હતું:-

ઉત્તર પ્રદેશ: ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, ગાઝીપુર, વારાણસી, મહારાજગંજ, બલિયા, સલેમપુર, ચંદૌલી, મિર્ઝાપુર, રોબર્ટસગંજ

પંજાબ: હોશિયારપુર (એસસી), આનંદપુર સાહિબ, લુધિયાણા, ફતેહગઢ સાહિબ (એસસી), ગુરદાસપુર, અમૃતસર, ખદુર સાહિબ, જલંધર (એસસી), ફરીદકોટ, ફિરોઝપુર, ભટિંડા, સંગરુર, પટિયાલા.

બિહાર: જહાનાબાદ, નાલંદા, પટના સાહિબ, આરા, બક્સર, કારાકાટ, પાટલીપુત્ર, સાસારામ.

પશ્ચિમ બંગાળ: ડાયમંડ હાર્બર, દમદમ, જયનગર, જાદવપુર, બારાસત, બસીરહાટ, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, મથુરાપુર.

ચંડીગઢ: ચંદીગઢ લોકસભા સીટ

હિમાચલ પ્રદેશ: કાંગડા, હમીરપુર, મંડી, શિમલા,

ઓડિશા: જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર, ભદ્રક, જાજપુર, મયુરભંજ

ઝારખંડ: ગોડ્ડા, દુમકા, રાજમહેલ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમેજર જનરલ હર્ષ છિબ્બરે સિકંદરાબાદની કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Next articleદિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તિહાર જેલમાં સરેન્ડર કરવું પડશે