Home દેશ - NATIONAL લોકસભા ચૂંટણી 2024: શિરોમણી અકાલી દળ ચંદીગઢના ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

લોકસભા ચૂંટણી 2024: શિરોમણી અકાલી દળ ચંદીગઢના ઉમેદવારે ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

26
0

(જી.એન.એસ) તા. 6

ચંદીગઢ,

લોકસભા ચૂંટણી 2024 માં શિરોમણી અકાલી દળ ના ચંદીગઢ સીટ પર મોટો ફટકો પડ્યો છે. સુરત, ઈન્દોર અને પુરીની જેમ ચંદીગઢમાં પણ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. શિરોમણી અકાલી દળ (SAD)ના ઉમેદવાર હરદીપ સિંહ બુટ્રેલાએ ચંડીગઢ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે.

હરદીપ સિંહ બુટ્રેલાએ કહ્યું કે પાર્ટીએ વચન આપ્યું હતું કે તેઓ સમગ્ર પ્રચારને સંભાળશે. પાર્ટી દરેક પાસાઓનું ધ્યાન રાખશે પરંતુ પાર્ટીનો કોઈ વરિષ્ઠ નેતા અહીં આવ્યો નથી.

વાસ્તવમાં શિરોમણી અકાલી દળ (SAD) એ 22 એપ્રિલે ચંદીગઢ સંસદીય મતવિસ્તારથી હરદીપ સિંહ બુટ્રેલાને ઉમેદવાર બનાવ્યા હતા. આ પછી હરદીપ સિંહે પણ આ બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. આ પછી, સોમવારે તેણે ચૂંટણી લડવાની ના પાડી દીધી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુનિતા વિલિયમ્સ 58 વર્ષની વયે મંગળવારે પાઇલટ તરીકે ત્રીજી વખત અવકાશમાં ઉડવા માટે તૈયાર છે
Next articleટી 20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી