Home દેશ - NATIONAL લોકસભા ચૂંટણી 2024 લઈને વડાપ્રધાન મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર યુવાનો સાથે વાતચીત...

લોકસભા ચૂંટણી 2024 લઈને વડાપ્રધાન મોદીએ ફર્સ્ટ ટાઈમ વોટર યુવાનો સાથે વાતચીત કરી

24
0

“આપણે સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બનીને રહીશું”: વડાપ્રધાન મોદી

(જી.એન.એસ),તા.૨૫

ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે ગુરુવારે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર થીમ શરૂ કરી છે. તેને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા નવા વોટર કોન્ફરન્સમાં વડાપ્રધાનની સામે લોન્ચ કરવામાં આવ્યું હતું. ટેગ લાઇન રાખવામાં આવી છે કે ‘સપને નહીં, હકીકત ચુનતે હૈ, તભી તો સબ મોદી કો ચુનતે હૈ (सपने नहीं हकीकत बुनते हैं, तभी तो सब मोदी को चुनते हैं)’. આ દરમિયાન ભાજપ અધ્યક્ષે કહ્યું કે હું તમામ નવા મતદારોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આવકારું છું, જેઓ લગભગ 5,800 જગ્યાએથી મોટી સંખ્યામાં ડિજિટલ માધ્યમથી જોડાયેલા છે. નડ્ડાએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા બધાની સામે ખૂબ જ મહત્વપૂર્ણ લક્ષ્ય રાખ્યું છે – તે છે સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત. દુનિયાએ આ સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા જોઈ છે અને તેને ઓળખી પણ લીધું છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે સક્ષમ ભારત, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત બનીને રહીશું. 

પીએમ મોદીએ કહ્યું કે મારા જીવનમાં આટલા યુવાનો સાથે વાતચીત કરવાની આ પ્રથમ તક છે અને કદાચ વિશ્વના કોઈપણ રાજકારણી માટે આ પ્રથમ તક છે. 18 થી 25 વર્ષની ઉંમર એવી હોય છે જ્યારે વ્યક્તિનું જીવન અનેક ફેરફારોનું સાક્ષી બને છે. આ ફેરફારો વચ્ચે તમારે બધાએ સાથે મળીને બીજી જવાબદારી નિભાવવાની છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ભાગ લેવાની આ જવાબદારી છે. વડાપ્રધાને કહ્યું કે આ સમયગાળો બે કારણોસર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ, તમે બધા એવા સમયે મતદાતા બન્યા છો જ્યારે ભારતનો સુવર્ણ યુગ શરૂ થયો છે. બીજું, આવતીકાલે 26 જાન્યુઆરીએ દેશ તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવશે. આગામી 25 વર્ષ તમારા માટે અને ભારત માટે મહત્વપૂર્ણ છે. આજે જ્યારે દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે, ત્યારે તમારો વોટ નક્કી કરશે કે ભારતની દિશા શું હશે. જે રીતે 1947 પહેલા 25 વર્ષ પહેલા દેશને આઝાદ કરાવવાની જવાબદારી ભારતના યુવાનોની હતી, તેવી જ રીતે 2047 સુધી એટલે કે 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની જવાબદારી તમારી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં અકસ્માતમાં 12 લોકોના મોત
Next articleઝારખંડ હાઈકોર્ટ એક પારિવારિક કેસમાં એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો