Home ગુજરાત રૂપાણી સરકારની પત્રકારોને પણ વોલ્વો ની લોલીપોપ…..!

રૂપાણી સરકારની પત્રકારોને પણ વોલ્વો ની લોલીપોપ…..!

569
0
SHARE

(જીએનએસ: હર્ષદ કામદાર)
લોકસભાની ચૂંટણીઓ આવતા કેન્દ્રની ભાજપ સરકારે મન લુભાવન બજેટ આપ્યું પણ લોકો હવે શાળા થઈ ગયા છે અને સવાલ કરે છે કે 2014ની ચૂંટણીમાં આપેલા વચનોનું શું થયું…? જો કે કેન્દ્ર સરકારના પગલે ચાલતી ગુજરાતની ભાજપ સરકારે બજેટ સત્રમાં મોટા ઉપાડે પત્રકારો માટે જાહેરાત કરી હતી કે હવે પત્રકારોને બસમાં પ્રવાસ કરવાની સગવડ મળશે જોકે આ બજેટ ઓગસ્ટ મહિનામાં આ અંગેની નાણા મંત્રી નીતિન પટેલે પત્રકારોને વોલ્વો બસની સુવિધા અંગે જાહેરાત કરી હતી ત્યાર બાદ ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર ફરી એકવાર પત્રકારોને પ્રવાસ માટે વોલ્વો બસ ની સુવિધા આપવા બાબતે જાહેરાત કરી હવે 2019 પ્રારંભ જઈ રહ્યો છે છતાં વિધાનસભામાં પસાર થયેલ પત્રકારોને વોલ્વો બસ ના આજ દિન સુધી કોઈ લાભ મળ્યો નથી આ બસ અંગે રાહ જોતા પત્રકારો માટે volvo બસ લોલીપોપ બની ગઈ છે…! જે પ્રકારે નાના બાળકને લાકડાનું ચુસણીયુ મોઢામા આપવામાં આવે છે જે ઓગળે નહી તેના જેવું ગુજરાતની રૂપાણી સરકારે કર્યું છે ગુજરાતની ભાજપ સરકારે ગત વિધાનસભાના બજેટ સત્રમાં જોરશોરથી જાહેરાત કરી હતી કે પત્રકારોને પ્રવાસ કરવાની આપવાનું નક્કી કરેલ છે …પણ ખાટલે મોટી ખોટ રહી કે સરકારને આ નિર્ણય અંગે એક વર્ષ પૂરું થવા છતાં પણ આ અંગેનો પરિપત્ર કરવાનો સમય જ નથી મળ્યો ત્યારે અને પત્રકારોને વોલ્વો બસની લોલીપોપ નહીં તો શું કહેવાય…..?!
આજે કેબિનેટની બેઠક બાદ મળેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વોલ્વો બસ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે મને આ પ્રકારની કોઇ જાણકારી નથી અને મેં આવી કોઇ જાહેરાત કરી પણ નથી. તો એમ કહી શકાય કે આ મામલે રૃપાણી સરકારે હાથ અધ્ધર કરી દીધા છે.
ગુજરાત ની 2017ની ચૂંટણીમાં અનેક વચનો ની રાણી કરી હતી અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના નેતાઓ મોટી કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે ગુજરાત ભાજપે વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતો શિક્ષણ ગરીબ મધ્યમ વર્ગ વગેરે માટે આપ્યા હતા પરંતુ તેના પરિણામો ક્યાં પહોંચ્યા કોને લાભ થયો ખેડૂતો આજે પણ પોષણક્ષમ ભાવો માટે આંદોલનનો કરે છે અને સરકાર તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ માવો ની જાહેરાતો કરે છે પરંતુ તે અંતરિયાળ ગામો સુધી કે નાના સુધી પહોંચતી નથી અને જો પહોંચે તો તેની પ્રક્રિયા કરવી મુશ્કેલ બને છે અને પરિણામે અનેક ખેડૂતો આ લાભથી વંચિત રહે છે તો સરકારની જે છે સંસ્થા દ્વારા ખરીદ પદ્ધતિ માં પણ ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવતી હોવાથી અનેક માર્કેટયાર્ડોમાં ખેડૂતોને હલ્લાબોલ કરવાની ફરજ પડી હતી તો સરકારે શિક્ષણને પ્રોત્સાહન આપવાની અને જાહેરાતો કરી પરંતુ તેનો લાભ ગરીબ કે મધ્યમ વર્ગ કે મજૂર વર્ગ ને મળ્યો નથી કે લઈ શક્યા નથી લઈ શક્યા નથી કારણ કે પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવવાની તગડી ફી ને કારણે પાછા પડે છે તેઓની ક્ષમતા નથી કે મસમોટી ઉચ્ચ અભ્યાસ માટે કે કોલેજોની ફી ભરી શકે એ તો ઠીક પરંતુ સરકારી તેમજ અર્ધસરકારી શાળાઓ નું શિક્ષણ કર્યું છે અને તેના તરફ ધ્યાન આપવાની જરૂર છે પરંતુ સરકારે કે શિક્ષણ બોર્ડે એ તરફ ધ્યાન નથી આપ્યું પરિણામ સ્વરૂપ ચોથા ધોરણમાં પહોંચેલો વિદ્યાર્થી વાંચવામાં પણ પાછો પડે છે અનેક ને વાંચતા પણ આવડતું નથી આનો અર્થ શું સમજવો જોકે સરકાર શાળા પ્રવેશોત્સવ બેટી પઢાવો અને ઉચ્ચ શિક્ષણ માટે ની યોજના ઓ ની અનેક જાહેરાતો કરે છે પરંતુ તેનો લાભ ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થી લઈ શકતા નથી કારણ કે ખાનગી શાળાઓની કીધુ ધોરણ ખૂબ જ ઊંચું છે જે આ વર્ગને પરવડે નહિ પરિણામે આ વર્ગના તેજસ્વી સંતાનો આગળ અભ્યાસ કરી શકતા નથી તે એક સત્ય હકીકત છે જોકે આ યોજનાનો લાભ ખાનગી શાળામાં અભ્યાસ કરતા સુખી વર્ગના લોકોને મળે છે બીજી તરફ મોંઘવારીના મારે આમ લોકોને કચડી નાખ્યા છે ત્યારે શિક્ષણ ની મસમોટી ફી કોને પલવડે..? ડિજિટલ રાજ્યમાં અનેક કારખાના બંધ થયા છે જેના કારણે બેરોજગારી વધી ગયો છે અત્યારે રાજ્યમાં શિક્ષિત બેકારોની સંખ્યા અનહદ છે સરકારે તેના માટે દરવાજા ખોલવા જોઈએ જો કે સરકારી નોકરી માટેના દરવાજા અલ્યા તો છે પરંતુ તકલીફ એ છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકી છે પરિણામે કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા કર્મચારીઓ નો શોષણ થાય છે સરકાર કોન્ટ્રાક્ટરને પુરા નાણાં ચૂકવે છે પરંતુ તે પોતાના કર્મચારીને ઓછું મહેનતાણું કે પગાર ઓછો આપે છે ત્યારે સરકારે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરવી જરૂરી છે અને સીધી ભરતી કરવી જોઈએ જેથી પ્રજામાં પણ રૂપાણી સરકારની વાહ વાહ બોલાય.

Print Friendly, PDF & Email