Home ગુજરાત રૂપાણી રાજમાં હવે સ્વર્ગવાસી લોકો ગુજરાતી ફિલ્મોની સબસીડી વહેંચશે….!!!

રૂપાણી રાજમાં હવે સ્વર્ગવાસી લોકો ગુજરાતી ફિલ્મોની સબસીડી વહેંચશે….!!!

1043
0
SHARE

ગત વર્ષના રીજેક્ટેડ લોકોને સમિતિમાં સમાવવાનો એવોર્ડ, એક જ પરિવાર પર મહેરબાન માહિતી વિભાગે પતિ-પત્નિને બે-બે, ચાર-ચાર કેટેગરીઓમાં આપ્યું સાથાન, માત્ર નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કસબીઓજ આ કમીટીમા હોય તેવી જોરદાર માંગણી..

(જી.એન.એસ. હર્ષદ કામદાર) તા. ૬
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફીલ્મો માટે ખુબ સરળ અને મજબુત યોજનાઓ બનાવવામાં આવી છે. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સહીત તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી નંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી દ્વારા ગુજરાતી ફીલ્મોને પ્રોત્સાહિત કરતી યોજનાઓ સરસ રીતે બનાવવામાં આવી પરંતુ તેમના હાથ નીચેના માહિતી અને પ્રસારણ વિભાગ આ બાબતે સાવ ઉદાસીન છે. આ પહેલાં પણ બે વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવા માટે ગુણવત્તા સમન્વીત પ્રોત્સાહન નીતી અંતર્ગત ચલચિત્ર પરિક્ષણ સમીતી બનાવવામાં આવેલી અને તે કમીટી દ્વારા ૧૯ ફિલ્મોને સબસીડી માટે Outrite Rejecte કરવામાં આવેલી. પરંતુ માત્ર સબસીડી લેવા જ બનેલી અમુક ફિલ્મોના નિર્માતાઓએ રો કકળ કરતાં માહિતી અને પ્રસારણ વિભાગે આ ચલચિત્ર પરીક્ષણ સમીતીના નિર્ણય ની ઉપરવટ જઈ પાંચ પાંચ લાખના ટુકડા આ ૧૯ ફીલ્મો તરફ ફેંકી ને ચઢાવ પાસ કરેલા.
હવે ગઇકાલે ફરી પાછો માહિતી અને પ્રસારણ વિભાગે આ કમીટી અપડેટ કરતો એક ઠરાવ કર્યો અને પ્રકાશીત કર્યો. આ જોઇને પહેલી લાગણી જે થઇ તે..આ કમીટી છે કે પાકીસ્તાન સરહદે મુકેલા સૈનીકોની સેના ?? થોડાક જ લોકોને આમાં ઉમેરી દીધા હોત તો ઇન્ડસ્ટ્રીમાં કોઇ જ બાકી ન રહેત. અમુક નામો તો એવા છે કે જેને સ્વર્ગવાસ થયે છ મહિના ઉપરનો સમય થઇ ગયો !, ગુજરાતના માહિતી વિભાગને એ પણ ખબર નથી કે એમણે જેમનું નામ સિનેમેટોગ્રાફીમાં નામ મુક્યું છે તેવા રણદેવ ભાદુરી છ મહિના પહેલાં અને સાઉન્ડ કેટેગરીમાં જેમનું નામ છે તેવા સુભાષ શાહ આંઠ મહિના પહેલાં જ ગુજરી ગયા છે અને અમુક નામો ગત વર્ષની ચઢાઉ પાસ થયેલી ટીમ પૈકીના છે ( તે લોકો કાગારોળ કરીને માંડ માંડ ૩૫ માર્ક સુધી પહોંચેલા, હવે તે લોકો બીજી ફિલ્મોનું મુલ્યાંકન કરશે..વાહ રે વાહ ) અમુક નામોમા તો એક પરિવાર પર માહિતી વિભાગ મહેરબાન થઇ ગયું છે જેમ કે સંદીપ પટેલ અને આરતી પટેલ પત્નીને બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સંદીપ પટેલને બે-બે જ્યારે આરતી પટેલને ચાર-ચાર કેટેગરીમાં સમાવાયા, આજોતાં એક સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય ગુજરાતી ફીલ્મી ઇન્ડસ્ટ્રીમાં કોઈ સારા નામી કલાકારો વિદ્યા શકો કે થોડી સરળ રાજ નથી શું પ્રફુલ દવે સુશીલ દિપક ઘીવાલા રાગિણી જેવા કલાકારોનો સમાવેશ કેમ ના કરાયો.
વર્ષોથી ગુજરાતી ફિલ્મો સાથેનો નાતો માત્ર સબસીડી લક્ષી જ રહ્યો છે તે લોકો આવી સમીતીમા સ્થાન મેળવી પ્રજાના નાણાંનો દુરૂપયોગ જ કરશે જેમાં શંકાને કોઇ સ્થાન નથી.. માહિતી અને પ્રસારણ વિભાગના આ તઘલખી નિર્ણય થી વર્ષોથી ફીલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાય સીનીયર્સ નારાજ છે..
આ કીસ્સામાં ન્યાયીક લડત આપવા એક મીટીંગ નું આયોજન આવતીકાલે સાંજે ૪ વાગે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

Print Friendly, PDF & Email