Home ગુજરાત રૂપાણી રાજમાં બજેટમાં પણ ઝુમલા બાજી….! કે ડે.સીએમ નિતીન પટેલે યાદશક્તિ ગુમાવી…?

રૂપાણી રાજમાં બજેટમાં પણ ઝુમલા બાજી….! કે ડે.સીએમ નિતીન પટેલે યાદશક્તિ ગુમાવી…?

738
0
SHARE

પોતાના અંદાજપત્ર પ્રવચન 2018-19ના ભાગ-ક ના પાના નંબર 35માં માહિતી પ્રસારણ વિભાગની કુલ રૂા. 174 કરોડની જોગવાઇ અન્વયે માન્યતા પ્રાપ્ત પત્રકારોને એસટી સંચાલિત વોલ્વો બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા પુરી પાડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી તે કેમ ભૂલી ગયા સાહેબ

(જીએનએસ: હર્ષદ કામદાર)તા.7
ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે સાવ ભોળા ભાવે કહ્યુંકે તેમણે પત્રકારો ને એસટી નિગમની વોલ્વો બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા દેવાની કોઈ જાહેરાત કરી નહોતી.અને તેમને આવી કોઈ જાણકારી પણ નથી. પરંતુ કહેવાય છે ને કે લખેલું વંચાય તેમ તેમણે કરેલી જાહેરાત નો સાવ સામાન્ય અને જાહેર લેખિત પુરાવો એ છે કે ૨૦૧૮-૧૯ ના અંદાજપત્રમાં ભાગ-ક ના પાનાં નંબર ૩૫ પર માહિતી અને પ્રસારણ વિભાગ ની ૧૭૪ કરોડ ની માંગણી રજુ કરીને જાહેર કર્યું કે માન્યતાપ્રાપ્ત પત્રકારો ને એસ.ટી. સંચાલિત વોલ્વો બસમાં નિશુલ્ક મુસાફરી ની સુવિધા પૂરી પાડવામાં આવશે….! વિધાનસભામાં તેમની આ સત્તાવાર જાહેરાત શું ૧૫ લાખ ના ચૂંટણી વચનની જેમ કોઈ ગતકડું કે કોઈ જુમલો હતો…? તેમને હાલમાં યાદ ના રહે તે કદાજ સ્વાભાવિક હશે કેમકે તેમને કદાજ એવી ચિંતા સતાવી રહી હશે કે અમિત શાહ તેમને લોકસભા લડવાનું કહેશે તો…? સરકારી હોસ્પિટલના લોકાર્પણના સરકારી કાર્યક્રમના આમંત્રણ પત્રીકા માં તેમનું નામ જાણી જોઇને કાપી નાંખવામાં આવે તેનું કોઈ ટેન્સન હોઈ શકે…? તેમને સરકારમાંથી પડતા મુકવાની કોઈ ચિંતા સતાવતી હોય ત્યારે દેખીતી રીતે પત્રકારો માટેની આવી સાવ સામાન્ય તેમણે જ કરેલી જાહેરાત યાદ ના આવે તેમાં વાંક પત્રકારોનો તો નથી જ કેમ કે ભાજપ અને સરકાર તેમનું નામ છાપે કે ના છાપે પણ પત્રકારો અને મીડિયા પ્રેમથી તેમનું નામ અચૂક લખે જ છે. એક વર્ષ પહેલા કરેલી જાહેરાત નો અમલ થયો કે નહિ અને પરિપત્ર થયો હોય તો પત્રકારો તેનું સુસ્વાગતમ્ કરશે.
લોકસભાની ચૂંટણીઓ આવતા કેન્દ્રની ભાજપ સરકારે મન લુભાવન બજેટ આપ્યું પણ લોકો હવે શાળા થઈ ગયા છે અને સવાલ કરે છે કે 2014ની ચૂંટણીમાં આપેલા વચનોનું શું થયું…? જો કે કેન્દ્ર સરકારના પગલે ચાલતી ગુજરાતની ભાજપ સરકારે બજેટ સત્રમાં મોટા ઉપાડે પત્રકારો માટે જાહેરાત કરી હતી કે હવે પત્રકારોને બસમાં પ્રવાસ કરવાની સગવડ મળશે જોકે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં પત્રકારોને પ્રવાસ માટે વોલ્વો બસ ની સુવિધા આપવા બાબતે જાહેરાત કરી હવે 2019 પ્રારંભ જઈ રહ્યો છે છતાં વિધાનસભામાં પસાર થયેલ પત્રકારોને વોલ્વો બસ ના આજ દિન સુધી કોઈ લાભ મળ્યો નથી બુધવારે કેબિનેટની બેઠક બાદ મળેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વોલ્વો બસ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે મને આ પ્રકારની કોઇ જાણકારી નથી અને મેં આવી કોઇ જાહેરાત કરી પણ નથી. તો એમ કહી શકાય કે આ મામલે રૃપાણી સરકારે હાથ અધ્ધર કરી દીધા છે.
પરંતું નિતીનભાઇ એ ભૂલી ગયા કે પોતાના અંદાજપત્ર પ્રવચન 2018-19ના ભાગ-ક ના પાના નંબર 35માં માહિતી પ્રસારણ વિભાગની કુલ રૂા. 174 કરોડની જોગવાઇ અન્વયે માન્યતા પ્રાપ્ત પત્રકારોને એસટી સંચાલિત વોલ્વો બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા પુરી પાડવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ બસ અંગે રાહ જોતા પત્રકારો માટે volvo બસ લોલીપોપ બની ગઈ છે…! જે પ્રકારે નાના બાળકને લાકડાનું ચુસણીયુ મોઢામા આપવામાં આવે છે જે ઓગળે નહી તેના જેવું ગુજરાતની રૂપાણી સરકારે કર્યું છે ગુજરાતની ભાજપ સરકારે ગત વિધાનસભાના બજેટ સત્રમાં જોરશોરથી જાહેરાત કરી હતી કે પત્રકારોને પ્રવાસ કરવાની આપવાનું નક્કી કરેલ છે …પણ ખાટલે મોટી ખોટ રહી કે સરકારને આ નિર્ણય અંગે એક વર્ષ પૂરું થવા છતાં પણ આ અંગેનો પરિપત્ર કરવાનો સમય જ નથી મળ્યો ત્યારે અને પત્રકારોને વોલ્વો બસની લોલીપોપ નહીં તો શું કહેવાય…..?!

Print Friendly, PDF & Email