Home ગુજરાત રૂપાણીના દાવાનું સુરસુરિયું….?, DGPનુ કબુલાત નામું રાજ્યમાં દારૂ મળે છે….!!

રૂપાણીના દાવાનું સુરસુરિયું….?, DGPનુ કબુલાત નામું રાજ્યમાં દારૂ મળે છે….!!

9156
0
SHARE

(જી.એન.એસ., કાર્તિક જાની) તા.10
ગુજરાતમા દારૂ વેચાય છે રૂપાણી સરકારની કબૂલાત…! ગઈકાલે જ પોલીસ મહાનિર્દશક દ્વારા લેખિત સૂચના આપી દેવામાં આવી છે કે તા.10 થી16 ઓક્ટોમ્બર સુધી દારૂ પ્રવૃત્તિ રોકવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલું છે.આ રીતની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન અગાઉ પણ ઘણી વખત કરવામાં આવી હતી છતાં પણ આજ સુધી દારૂબંધી પર રોક લગાવામાં રૂપાણી સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ગુજરાતમાં દારૂબંધી થશે..? કે પછી ચાલે છે એમ જ ચાલ્યા કરશે…?
ગુજરાત રાજ્યમાં દારૂ બંધી કાગળ ઉપર જ છે તે દરેક ગુજરાતનો નાગરિક સારી રીતે જાણે છે છતાં રૂપાણી સરકાર દારૂબંધીની વાતો કેમ કરે છે…? કેમ રૂપાણી સરકાર નિષ્ફળ નીવડી છે દારૂબંધી કરાવવામાં..? ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે તે વાત થી કોઈ અજાણ નથી.રાજસ્થાનના મુખ્યમંત્રીએ જે કહ્યું તે થોડા અંશે ખોટું છે તેમને કહ્યું કે ઘરે ઘરે દારૂ પીવાય છે પરંતુ ઘરે ઘરે નથી પીવાતો પરંતુ ગુજરાતમાં 70 ટકા લોકો દારૂ પીવે છે તે વાત તો સાચી જ છે.ગુજરાતમાં દારૂબંધીના નિયમો તો કડક બનાવવામાં આવ્યા છે પણ પાલન ક્યાં..? ગુજરાતમાં ચૂંટણી સમયે વધારે દારૂની રેલમછેલ થતી હોય છે અને દારૂ પકડતો પણ જોવા મળે છે તે વાત થી પણ કોઈ અજાણ નથી.તો એક બાજુ રૂપાણી એમ કહે છે કે રાજસ્થાન ના મુખ્ય મંત્રી માફી માગે હા એ વાત સાચી છે કે ઘરે ઘરે દારૂ નથી પીવાતો એટલે એમને માફી માગવી જોઈએ.શુ એ માફી માંગી લેશે તો ગુજરાતમાં દારૂ મળે છે તે સત્ય ઢંકાઈ જશે.. ? જે લોકો દારૂની લતે ચડયા છે તે બંધ થઈ જશે.? નહીં રૂપાણીજી તમારે જ કંઈક કરવું પડશે.
રૂપાણીજી તમને ગુજરાતની જનતાની જો સાચે જ ચિંતા થતી હોય તો કેમ કડક નિયમનું પાલન કરાવતા નથી…? કેમ તમે એવો કોઈ નિર્ણય નથી કરતા કે ગુજરાતમાં દારૂ મળે જ નહીં.તમે પણ જાણો છો કે જો ગુજરાતમાં દારૂબંધી કડક થશે તો ઘણી માતાઓ અને બહેનોના આશીર્વાદ મળશે.ઘણી બહેનો અને માતાઓ આત્મહત્યા જેવા પગલાં નહીં ભરે. ખરેખર તમને જો ગુજરાતની ચિંતા હોય તો કેટલો દારૂ ગુજરાતમાં પકડાય છે એના આંકડા પણ તમારી પાસે છે.અને તે તમે પણ સ્વીકારશો કે ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ આવે છે અને પીવાય છે.રાજસ્તાનના મુખ્ય મંત્રીએ તમારી ચેલેન્જ સ્વીકારી શુ તમે પણ એમની ચેલેન્જ સ્વીકારશો..? શુ ગુજરાતમાંથી દારૂ ઝાડપાશે તો તમે રાજીનામુ આપશો..? કેમ તમે રાજસ્થાનના મુખ્ય મંત્રીની ચેલેન્જ ના સ્વીકારી..?
રૂપાણીજી વિકાસની વાતો કરવી સહેલી છે પણ વિકાસ કરવો બહુ અઘરો છે.ગુજરાતમાં જો ખરે ખર વિકાસ કરવો હોય ને તો સૌ પ્રથમ દારૂબંધી કરાવો.જો દારૂબંધી નહીં થાય ને તો વિકાસ નહીં પણ વિનાશ થશે. સંવેદનશીલ સરકારમાં હવે એ જોવાનું રહ્યું કે જો ખરેખર રૂપાણી સરકારને ગુજરાતની ચિંતા હશે તો કદાચ દિવાળી પછી નવા વર્ષથી ગુજરાતમાં દારૂ નહીં મળે..!

Print Friendly, PDF & Email