Home દેશ - NATIONAL રિલાયન્સ ઇન્ફ્રાના શેર 4 ટકાથી વધુના વધારા સાથે રૂ. 275.50 પર શુક્રવારે...

રિલાયન્સ ઇન્ફ્રાના શેર 4 ટકાથી વધુના વધારા સાથે રૂ. 275.50 પર શુક્રવારે બંધ થયો

72
0

(જી.એન.એસ),તા.૨૪

મુંબઈ,

અનિલ અંબાણીની કંપનીના શેરમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આવેલી તેજી વચ્ચે દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કિસ્મત પણ ચમકી છે. શુક્રવારે, ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે, રિલાયન્સ ઇન્ફ્રાના શેર 4 ટકાથી વધુના વધારા સાથે રૂ. 275.50 પર બંધ થયો હતો. ગયા વર્ષે એટલે કે મે 2023માં આ શેર રૂ. 131ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. હવે રિલાયન્સના શેરમાં અદભૂત વધારો જોવા મળી રહ્યો છે. લગભગ 4 વર્ષ પહેલા એટલે કે 2020માં કંપનીના શેર 10 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. હવે તે રૂ.275ના સ્તરને પાર કરી ગયો છે. આ સ્ટૉકમાં રોકાણ કરનારાઓને જબરદસ્ત વળતર મળ્યું છે.

કંપનીએ તાજેતરમાં ICICI બેંક સાથે કરાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેણે ICICI બેંક સાથે 14 માર્ચ, 2024ના રોજ રિલાયન્સ પાવર સાથે સેટલમેન્ટ ડીલ કરી છે. અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેરમાં રોકાણ કરનારાઓ અમીર બની ગયા છે. છેલ્લા 4 વર્ષમાં આ શેરે લગભગ 2500 ટકાનું જંગી વળતર આપ્યું છે. શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ફ્રાનું માર્કેટ કેપ રૂ. 109 અબજ છે. છેલ્લા ચાર વર્ષથી સ્ટોકમાં તોફાની વધારો જોવા મળી રહ્યો છે. જે રોકાણકારો એક સમયે શેરમાં ઘટાડાને કારણે નુકસાન સહન કરી રહ્યા હતા તેઓ હવે શેરમાં વધારાથી ખુશ છે. શેર ખરીદવાનો ઈન્વેસ્ટરો લાગી ગયા છે. રોકાણકારો આ સ્ટૉકમાં ભારે રોકાણ કરી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુકેશ અંબાણીની કંપની મોટી સોલાર કંપની ખરીદશે
Next articleઅક્ષય કુમારે ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મને લઈને બે મોટી જાહેરાત કરી