Home મનોરંજન રિતિક અને કેટરિના ફરી સાથે ચમકશે

રિતિક અને કેટરિના ફરી સાથે ચમકશે

359
0
SHARE

(જી.એન.એસ), તા.૮
ટોચની અદાકાર જોડી રિતિક રોશન અને કેટરિના કૈફ ફરી એકવાર સાથે ચમકશે એવી માહિતી મળી હતી. આ બંનેને ટોચના ફિલ્મ સર્જક કબીર ખાન સાથે ચમકાવવાના છે એવું જાણવા મળ્યું હતું.
અત્યાર અગાઉ આ બંનેએ ૨૦૧૪માં સિદ્ધાર્થ આનંદની સુપરહિટ નીવડેલી ફિલ્મ બેંગ બેંગ સાથે કરી હતી. હવે ત્રણ વર્ષ પછી આ બંને કબીર ખાનની ફિલ્મ સાથે કરવાના હોવાનું જાણવા મળ્યુ ંહતું.
હાલ જો કે કબીર ખાન પોતાની લેટેસ્ટ ફિલ્મ ટયુબલાઇટના પોસ્ટ-પ્રોડક્શન્સ કામમાં બીઝી છે. ત્યારબાદ પ્રમોશન અને ફિલ્મ રજૂ કરવાની તડામાર તૈયારી શરૃ થશે. ટયુબલાઇટ પૂરી થયા બાદ આ ફિલ્મ શરૃ થશે એવી માહિતી પણ મળી હતી.
કબીર ખાનની આ ફિલ્મ પણ બેંગ બેંગની જેમ એક્શન કમ રોમાન્ટિક ફિલ્મ હશે એવું કબીરની નિકટનાં સાધનોએ કહ્યું હતું. આ સાધનોએ કહ્યં કે કેટરિનાને કબીર અને રિતિક બંને સાથે સારો એવો મનમેળ છે. કબીર આ આખી ફિલ્મનું શૂટિંગ વિદેશી લોકેશનો પર કરવા માગે છે. આ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા હશે.
જો કે રિતિક કે કેટરિનાના પ્રવક્તાએ આ વિશે હાલ કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો.

Print Friendly, PDF & Email