Home દેશ - NATIONAL રાહુલ ગાંધીના આરોપ પર સાવરકરના પૌત્ર ભડક્યા, સાવરકરના પૌત્રએ સ્પષ્ટ કહી આ...

રાહુલ ગાંધીના આરોપ પર સાવરકરના પૌત્ર ભડક્યા, સાવરકરના પૌત્રએ સ્પષ્ટ કહી આ વાત

67
0

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરને લઈને આપેલા નિવેદન બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ ગયું છે. રાહુલના દાવાથી સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે ખંડન કરતા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી પંડીત જવાહરલાલ નહેરુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, પંડિત નહેરુ એક મહિલા માટે ભારતા ભાગલા પાડવા માટે સહમત થઈ ગયા.

એટલું જ નહીં રંજીત સાવરકરે એવો પણ આરોપ લગાવ્યો કે, નહેરુએ ભારતની ગુપ્ત જાણકારી વર્ષો સુધઈ અંગ્રેજોને આપી, તેમણે રાહુલના આરોપ પર જવાબ આપવાની અપીલ કરી છે. સ્વતંત્રતા સેનાની સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે શુક્રવારે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, પંડિત નહેરુ પર આરોપ લગાવતા કહ્યું કે, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ એક મહિલા માટે ભારતના ભાગલા પાડવા માટે રાજી થઈ ગયા. 12 વર્ષ સુધી ભારતની તમામ ગુપ્ત જાણકારી અંગ્રેજોને આપતા રહ્યા. હું માગ કરુ છું કે, પંડિત નહેરુ અને એડવિના વચ્ચેના પત્રાચાર અંગ્રેજો પાસેથી માગવામાં આવે અને જાહેર કરવામાં આવે.

તેમણે આગળ કહ્યું કે, ખબર પડશે કે, જે નેતાઓને આપણે ચાચ નહેરુ કહીએ છીએ, તેમણે દેશ સાથે કેવો દગો કર્યો છે. નહેરુ પર આરોપ લગાવતા સાવરકરે આગળ કહ્યું કે, પંડિત નહેરુ 9મેથી 12 મે 1947ની વચ્ચે એકલા શિમલા ગયા હતા. તેઓ ચાર દિવસ સુધી પોતાના પરિવાર સાથે ત્યાં રહ્યા. એડવિનાના બ્રિટિશ સરકારને લખેલા પત્રમાં ઉલ્લેખ છે કે, મેં પંડિત નહેરુને પોતાના અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા, કેમ કે તેઓ બહુ વ્યસ્ત હતા, એટલા માટે તે નર્વસ બ્રેક ડાઉનની નજીક પહોંચી રહ્યા હતા.

તેમણે મારી સાથે ચાર દિવસ વિતાવ્યા. અને મારા સારા એવા દોસ્ત બની ગયા. આ દોસ્તી લાંબા સમય સુધી ચાલશે. સાવરકરે એવું પણ કહ્યું કે, એડવિનાએ કહ્યું કે, પંડિત નહેરુ મારા કાબૂમાં આવી ગયા હતા. સાવરકરે કહ્યું કે, આ પંડિત નહેરુ જ હતા, જેમણે માઉંટબેટનને વાયસરોય નિયુક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, બલવંત સિંહને કહ્યું હતું કે, તે વાયસોરોય હોવાના કારણે પાકિસ્તાનમાં સેના નહીં મોકલી શકે. 20 હજાર ભારતીય છોકરીઓના અપહરણ કરી લીધા અને તે પાકિસ્તાનમાં હતી.

માઉંટબેટને લખ્યું છે કે, નરસંહારને જોઈને ભારતીય નેતાઓને સમજાતુ નહોતું કે, શું કરે, એટલા માટે મેં કંટ્રોલ લીધો. માઉંટબેટને લખ્યું છે કે, માઉંટબેટને ભારત છોડ્યા બાદ નહેરુને તેમણે 12 વર્ષ સુધી દરરોજ પોતાનો રિપોર્ટ મોકલ્યો, જે ગુપ્તચર એજન્સીઓની સૌથી મોટી નિષ્ફળતા છે. તેમણે આગળ એવું પણ કહ્યું કે, નહેરુ એક હનીટ્રેપમાં ફસાઈ ગયા અને તેમાં તેઓ ફસાતા ગયા. આ ગુનો છે. આ અગાઉ પણ એવા કેટલાય લોકો પકડાયા છે. સજા પણ આપવામાં આવી હતી. નહેરુની વાત કોણ કરશે ? રાહુલ ગાંધીએ 12 વર્ષના હનીટ્રેપનો જવાબ આપવો જોઈએ. પ્રેસ કોન્ફ્રેન્સમાં સાવરકરે એવી પણ માગ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમગ્ર મામલાની તપાસ કરાવવી જોઈએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસત્યેન્દ્ર જૈનના વીડિયો પર આપે કહ્યું ‘બિમારીનો ઈલાજ છે મસાજ’, ભાજપે કહ્યું ‘સ્પા મસાજ પાર્ટી’
Next articleકેરલના કોચ્ચિમાં એક યંગ મૉડલ સાથે ચાલતી કારમાં થયું દુષ્કર્મ, 3ની થઈ ધરપકડ