Home ગુજરાત રાષ્ટ્ર સેવિકા સમિતિ બહેનો માટે પ્રશિક્ષણ વર્ગ યોજયો

રાષ્ટ્ર સેવિકા સમિતિ બહેનો માટે પ્રશિક્ષણ વર્ગ યોજયો

55
0

(G.N.S) dt. 17

રાષ્ટ્ર સેવિકા સમિતિ 86 વર્ષોથી મહિલાઓમાં વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ માટે કાર્યરત છે. દેશભક્તિની પ્રબળ ભાવના સાથે શારીરિક,  બૌદ્ધિક અને માનસિક વિકાસ થી વ્યક્તિત્વ નિર્માણ માટે દર વર્ષે પ્રશિક્ષણ વર્ગો યોજાતા હોય છે.

ગુજરાતમાં બે સ્થાન પર આ વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થયું છે. 6 મે થી 20 મે સુધીના આ પ્રશિક્ષણ વર્ગોમાં ગુજરાતમાંથી કુલ 186 સેવિકાઓએ ભાગ લીધો છે. આ વર્ગો માં કુલ 23 શિક્ષિકા બહેનો વિવિધ વિષયો પર પ્રશિક્ષણ આપશે.

સૌરાષ્ટ્ર પ્રાંત માં રાજકોટ મુકામે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં 103 બહેનોએ ભાગ લીધો છે તથા નવસારીના ચીખલી મુકામે આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં 83 સેવિકાઓ ઉપસ્થિત છે.

રાજકોટ તથા નવસારી ખાતે સંપન્ન થનાર વર્ગનું સમાપન 20મે ના રોજ થશે. 6 મેથી 20 મેં સુધી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા સેવિકાઓને પ્રશિક્ષણ અપાશે. મનમાં સમાજમાં પરિવારો તૂટી રહ્યા છે ત્યારે પરિવાર ભાવના વિકસિત થાય અને પરિવારમાં આત્મીયતા જળવાઈ રહે એવા વિષયો પર વર્ગોમાં વિશેષ ધ્યાન અપાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી
Next articleનિફ્ટી ફયુચર ૧૮૩૭૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!