Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એ પીએમ મોદીને નવી સરકાર રચવા માટે નિમંત્રણ...

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એ પીએમ મોદીને નવી સરકાર રચવા માટે નિમંત્રણ આપ્યું

33
0

(જી.એન.એસ) તા. 7

નવી દિલ્હી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા પહોંચ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપતી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિયા એલાયન્સને 234 સીટો મળી છે. બહુમતીનો આંકડો 272 છે. આવી સ્થિતિમાં એનડીએના માર્ગમાં કોઈ અવરોધ નથી.

એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા પછી, બીજેપી નેતા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, અહીં તેમણે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું અને ભગવાન જગન્નાથની તસવીર સાથે તેમનું સ્વાગત કર્યું. નવી બનેલી સરકારનો શપથ ગ્રહણ 9 જૂને યોજાનાર છે. એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર ઘણા દિગ્ગજો જોવા મળ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે એનડીએના પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, એનસીપી ચીફ અજિત પવાર, એચડી કુમાર સ્વામી, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, સંજય ઝા, લલ્લન સિંહ અને બીજેપીના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૩૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleફાયર સેફટી, બીયુ પરવાનગી અને વીજ લોડ બાબતે ભાવનગરનું તંત્ર એક્શનમાં