Home જનક પુરોહિત રાજ્યસભાની એક બેઠક મેળવવા કોંગ્રેસ ડો. મનમોહન સિંહ નો ઉપયોગ કરશે

રાજ્યસભાની એક બેઠક મેળવવા કોંગ્રેસ ડો. મનમોહન સિંહ નો ઉપયોગ કરશે

416
0
SHARE

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાત માંથી રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્ય છે. હવે તેઓ બંને લોકસભા બેઠક પણ જીત્યા છે. શ્રી અમિત શાહે રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. સ્મૃતિ ઈરાનીએ હજી રાજીનામું આપ્યું નથી. પરંતુ લોકસભા બેઠક જ જાળવી રાખે એવી પૂરી શક્યતા છે. જેથી રાજ્યસભાની બે બેઠકો ખાલી થશે. આ બંને બેઠકો ભાજપની છે. પરંતુ વિધાનસભાની સભ્ય સંખ્યા આધારે એક બેઠક કોંગ્રેસ ને મળે તેમ છે. ભાજપને તે સ્વીકાર્ય નથી. જો કે કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય પ્રવીણ રાષ્ટ્રપાલ ના અવસાન ના કારણે કોંગ્રેસની એક બેઠક ખાલી થઇ હતી, ત્યારે ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા પેટા ચુંટણી જીતીને રાજ્યસભામાં ગયા છે અને કેન્દ્રીય મંત્રી પણ થયા છે. અને તે અંગે કોંગ્રેસને કોઈ નારાજગી પણ નથી. પરંતુ ભાજપ કશુ જતું કરવા તૈયાર નથી. જેથી જે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલને પરાજીત કરવા કોંગ્રેસના ધારાસભ્યોની ભાજપ દ્વારા જથ્થાબંધ ખરીદી કરવામાં આવી હતી, તે પ્રકારની સાજીશ રચાઈ રહી હોવાનો અણસાર કોંગ્રેસના નેતાઓને આવી રહ્યો છે. જેમને વેચાઈ જવું જ છે, તેમને કોંગ્રેસના કોઈ નેતા રોકી શકે તેમ નથી. કોંગ્રેસે તેમના તમામ સભ્યોને બેંગલોર રિસોર્ટ માં રાખ્યા હોવા છતાં સાણંદના ધારાસભ્ય કરોડોમાં વેચાયા હતા. જેથી કોઈને રોકવા એ કોંગ્રેસ માટે બહુ અઘરું કામ છે. આથી હાઈ કમાંડ એવું વિચારે છે કે જો કોઈ સન્માનિય નમ આવે તો કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને હરાવવા આવી કોઈ સાજીશ થવા ન પણ દે. જેથી પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ કે જેમની મુદતપૂરી થવામાં છે, અને તેઓ હિમાચલ પ્રદેશમાંથી ચૂંટાયા હતા, જ્યાં હવે તેમને ચૂંટાઈ આવવું શક્યા નથી આથી તેમને ગુજરાતમાંથી રાજ્યસભાની બેઠકના ઉમેદવાર બનાવવાની વિચારણા ચાલી રહી છે.
કોંગ્રેસના એક નેતાએ વાતચીત માં જણાવ્યું હતું કે ડો. મનમોહન સિંહજી રાજ્યસભામાં બેસે એવું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈચ્છે. જેથી ગુજરાતમાં એક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો પ્રવેશ થતો રોકે નહિ, અન્ય કોઈ ઉમેદવાર હશે તો મૂડી વાદી ભાજપ અમારા સભ્યોને ખરીદી લઈને વાતાવરણ ડોહળવા નો પ્રયાસ જરૂર કરે.
જોકે ભાજપના એક અગ્રણી સાથે આ અંગે વાતચીત થતા તેમણે કહ્યું કે રાજ્યસભામાં ઉમેદવાર કોઈ પણ આવે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં આવવાના છે, એ નક્કી જ છે. એટલે જે તે સમય સંખ્યાબળ નાં આધારે જ કોંગ્રેસે નિર્ણય કરવાનો રહેશે.
કંડલા વાવાઝોડા નું પુનરાવર્તન ન થાય એ સરકારે જોવાનું રહ્યું
રાજપા સરકાર બાદ ૧૯૯૮ માર્ચમાં વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને બહુમતિ મળતા શ્રી કેશુભાઈ પાટિલ ફરી મુખ્યામંત્રી બન્યા હતા. પરંતુ ત્રણ જ માસમાં એટલે કે તા. ૯ – ૬ – ૧૯૯૮ નાં દિવસે કંડલા પર ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. સરકાર ઉંઘતી જડપાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સેંકડો માનવીના મૃત્યુ થયા હતા અને મોટા ભાગના મજુરો – ગરીબો હતા. બાળકો અને મહિલાઓ પણ તેમાં બહોળ બન્યા હતા. કચ્છ ભૂકંપ પહેલા કેશુભાઈ પટેલની એક મોટી નિષ્ફળતા કંડલા સાઈકલોન પણ હતું. હવામાન ખાતાની આગાહીને ઔપચારિક ગણીને કોઈ જરૂરી પગલા લેવાયા ન હતા. તે સમયના પ્રસિદ્ધ થયેલા ફોટાઓ હૃદય દ્રાવક હતા. કોઈ ચોક્કસ આંકડો ભળે જાહેર થયો ન હતો, પરંતુ બે હજાર થી વધુ શ્રમિકોએ જાણ ગુમાવ્યા હોવાના સમાચારો જેતે સમયે પ્રસર્યા હતા. આજે ફરી સૌરાષ્ટના સાગર કાંઠે આવું જ એક ભયંકર વાવાઝોડું ત્રાટકવાની કલાકો ગણાય છે, ત્યારે ફરી રાજકોટના જ વતની એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના ગુરુ કેશુભાઈની ભૂલમાંથી બોથ પાઠ લઈને જાગતા રહે એ જરૂરી છે. જોકે ઓરિસ્સા રાજ્યએ બે મોટા સાયક્લોન માં જે જાગૃતતા દાખવી અને મિડિયા એ તેની નોંધ લીધી તેમાંથી અન્ય રાજ્યોને પણ પ્રેરણા મળે છે. ગુજરાત સરકારે અત્યારે તમામ પ્રકારના પગલા માટે તૈયારી કરી લીધી છે. પરંતુ સફળતા નિષ્ફળતા તો વાવાઝોડું ત્રાટકે ત્યાર પછીની ઘટનાઓના આધારે નક્કી થઇ શકે આવા પ્રસંગોમાં પ્રચાર – પ્રસાર કે પ્રસિદ્ધિ મહત્વના બનવા ન જોઈએ, માત્ર પ્રજાનાં રક્ષણ ને માટે મીડિયાનો ઉપયોગ થવો જરૂરી છે.

Print Friendly, PDF & Email